સામાન્ય વ્યક્તિ ની જેમ ખેડા ના આ મંદિર પર દર્શને પહોચ્યા હાર્દિક પંડ્યા…. જુઓ વિડીઓ
મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડયા ને આજના સમયમાં કોણ નથી ઓળખતું. તો વળી તેનાથી પણ વધારે ગર્વ લેવા જેવી વાત હોઈ તો તેઓ એક ગુજરાતી છે અને ગુજરાતના જાણીતા શહેર વડોદરા થી છે. તેમનું જીવન નાનપણથીજ ખુબજ મુશ્કેલ ભર્યું રહ્યું છે. તેમ છતાં તેમની મહેનત ના લીધે આજે તેઓએ વિશ્વ સ્તરે એક સારી નામના મેળવી અને અઢળક સંપત્તિ ના મલિક પણ છે.
આમ તમને જણાવીએ તો હાલમાં હાર્દિક પંડયાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ મંદિરના દર્શન કરવા પધાર્યા હતા અને લોકો સાથે ખુબજ સાદગી પૂર્વક રહીને દર્શન કરીને પાછા જતા નજર આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હાર્દિક પંડયા બારમુવાડા, મહેમદાવાદ (ખેડા) માં ઉમા કુલેશ્વરી મંદિરે દર્શન કરવા પધાર્યા હતા.
વધુમાં જણાવીએ તો હાર્દિક પંડયા આ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્શને પહોંચ્યા હતા. તેમજ તેમને જોવા ત્યાં ધીરે ધીરે કરતા લોકોની ભીડ પણ ખુબજ જોવા મળી હતી જેમની સાથે હાર્દિક પંડયાએ તસવીરો પણ પડાવી. આ સાથે વિડીયોમાં જોવા મળી રહ્યું છે. હાર્દિક પંડયા જતા જતા ત્યાં રહેલા બધા લોકોને કહેતો ગયો કે “ધ્યાન રાખજો બધા માળીયે” જે બાદ તેઓ કારમાં બેસી ગયા હતા.
View this post on Instagram
વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડયા તેમની G વેગન કાર લઈને આ મંદિરે દર્શન કરવા આવેલો હતો અને કપડા પણ સાદા પહેર્યા હતા. આમ જોત જોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો દ્વારા ખુબજ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. 45 હજારથી પણ વધુ લોકોએ આ વીડિયોને પાસનાડ કર્યો છે તો અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખ થી વધુ લોકોએ જોઈ લીધેલ છે.