વિધાતા ના લેખ તો જુઓ! મૂળ અમદાવાદ ના બે મિત્રો ના ન્યુઝીલેન્ડ ના દરિયા માં થયા મોત. પત્ની ની નજર સામે જ પતિ,
ગુજરાત રાજ્યના ઘણા બધા યુવાનો નોકરી ધંધા માટે વિદેશમાં જતા હોય છે. કેટલાક લોકો વિઝા ઉપર નોકરી કરતા હોય છે. મૂળ અમદાવાદના ત્રણ યુવકો કે જેઓ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેના પીહા બીચ ઉપર દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. તેમાંથી પૈકી બે યુવાનોના દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા.
વધુ વિગતે વાત કરવામાં આવે તો અંશુલ શાહ, અપૂર્વ મોદી અને સૌરીન પટેલ ત્રણેય મિત્રો ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેના પીહા બીચ ઉપર ફરવા માટે ગયા હતા. જેમાંથી અંશુલ શાહ અને અપૂર્વ મોદી બંને પરણિત હોય તેઓની પત્ની પણ સાથે હતી. જેમાંથી ત્રણ મિત્રો પૈકી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનું દરિયામાં ડૂબી જવાથી દર્દનાક મોત થયું હતું. જ્યારે અપૂર્વ મોદીને તરતા આવડતું હોય તે બહાર આવી જતા તેનો બચાવ થયો હતો.
વધુ વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના ધરણીધર વિસ્તારમાં રહેતા અંશુલ શાહ અને સૌરીન પટેલ અને અપૂર્વ મોદી ત્રણેય ખાસ મિત્રો હતા. વર્ષોથી ત્રણેય એકબીજાને ઓળખતા હતા. અંશુલ શાહ પોતાની પત્ની સાથે વર્કિંગ વિઝા ઉપર ન્યૂઝીલેન્ડ ગયો હતો. ત્રણેય મિત્ર જ્યારે દરિયામાં હતા ત્યારે અચાનક એક વિશાળ મોજુ આવ્યું અને ત્રણેય ઉપર ફરી વળ્યું હતું.
જેમાં સોરીને અપૂર્વ નો હાથ પકડી રાખ્યો હતો જ્યારે અનસૂલ દરિયાના પાણીમાં વહી ગયો હતો. બંને મિત્રો સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે બહાર આવી રહ્યા હતા પરંતુ અચાનક બીજું મોજું આવતા બંને અલગ થઈ ગયા અને અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો. પરંતુ સૌરીન વહી ગયો હતો. નજરો નજર જોવા વાળા એ 111 નંબર ઉપર ફોન કરતા કોસ્ટ ગાર્ડ ની ટીમ 15 મિનિટમાં આવી હતી અને ડૂબેલા યુવાનોને બહાર લાવ્યા હતા.
પરંતુ કોસ્ટ ગાડે જીવ બચાવવાની કોશિશ કરી પરંતુ જીવ બચી શક્યો ન હતો. આ ઘટના બાદ પરિવારમાં ભારે દુઃખના વાદળો છવાઈ ગયા હતા. મૃતદેહોના પીએમની કાર્યવાહી કર્યા બાદ તેને ભારત લાવવામાં આવશે. પરંતુ મૃતદેહો ને ભારત લાવવામાં ખૂબ મોટો ખર્ચો અને કાર્યવાહી થઈ શકે તેનો ડર પરિવારને સતાવી રહ્યો છે. આથી પરિવારે હાઇ કમિશનની મદદ માંગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!