India

મામા એ કર્યું એવું મામેરું કે, જગત આખું જોતું રહી ગયું! લાખ નહિ પણ આટલા કરોડ રૂપિયાનું મામેરું ભર્યું… જાણો ક્યાંનો છે કિસ્સો

Spread the love

આખા જગતમાં કુંવરબાઈનું મામેરું ખુબ જ વખણાય છે, કારણ કે જગતના નાથે જે મામેરૂ કર્યું હોય તેમાં શું ખોટ હોય? હાલમાં લગ્નનો સમયગાળો આવ્યો છે, ત્યારે દરેક લગ્ન પ્રસંગમાં મામેરું ભરાશે, હાલમાં જ મામેરાનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતમાં મામેરું કહેવાય પરંતુ દરેક રાજ્યમાં આ રિવાજનું નામ અલગ અલગ તરી આવે છે

સોશિયલ મીડિયામાં એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ભાઈ પોતાની વિધવા બહેનના ઘરે મામેરું લઇને પહોંચ્યો. ભાઈ તો પોતાની બહેનને જેટલું આપે તેટલું ઓછું છે. ભાઈએ ભાતમાં એક 1,11,11,111 રૂપિયા કેશ આપ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે, સોશિયલ મીડિયામાં તેની ચર્ચા ઝડપથી થઈ ગઈ છે

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ યુવાન બાવલ વિસ્તારના એક ગામનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યો છે. તે ભાત (શુભેચ્છા)ના પ્રસંગે રેવાડી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જે બહેનના ઘરે તે ભાત લઈને પહોંચ્યો હતો, યુવાને આ પહેલા પોતાની બહેન માટે ઘર બનાવી આપ્યું. સાથે જ બંને બાળકોની સગાઈનો પણ ખર્ચ ઉઠાવ્યો.

ફરી એકવાર જ્યારે પોતાની ભાણીની સગાઈ નક્કી થઈ હતી. આ પ્રસંગે તે ભાતની રસમ નિભાવવા માટે બહેનના ઘરે પહોંચ્યો હતો. જ્યારે રસમ શરૂ થઈ તો બધાની આંખો ફટીની ફટી રહી ગઈ. તબીર 500 રૂપિયાના નોટોની ગડ્ડીઓ લઈને પહોંચ્યો હતો. આ ઉપરાંત તેણે લાખોના હીરાના ઘરેણાં પણ પોતાની ભાણીને આપ્યા. આ વિડીયો જોઈને સૌકોઈ આશ્ચય પામી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *