દ્વારકામા યોજાયેલ આહીરાણીઓના મહારાસના મણીધર બાપુએ ઢગલે મોઢે કર્યા વખાણ! જુઓ વિડીયો શું કહ્યું
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં આહિર સમાજ દ્વારા આયોજીત ભવ્ય “આહીરાણી મહારાસ” નું આયોજન અને વ્યવસ્થા કાબીલેદાદ હતી. આહિર સમાજની મહિલાઓ જન્મથી જ સશકિતકરણથી સજજ પુરૂષ સમોવડી રહી છે. આશરે 37 હજાર કરતાં વધારે આહિર સમાજની માતાઓ અને દીકરીઓપ એ પોતાનો પરંપરાગત રાસ રમીને પોતાની ભક્તિ ભગવાન દ્વારિકાધીશના ચરણે ધરીને પોતાના સાંસ્કૃતિક વારસાના દર્શન કરાવ્યાં.
45000 જેટલી દીકરીઓ મહારાસ રમ્યો છે. મારી જિદગીમાં ખરેખર પહેલું જોયું છે, આવું મેં ક્યારે જોયું નથી. દ્વારકામાં આ ઇતિહાસ સર્જાયો છે. જ્યાં દ્વારકાધીશની હાજરી હોય, ધન્ય છે આહીર સમાજના માતા પિતાઓને કે તમામ દીકરીઓએ પરંપરાગત પોશાક ધારણ કરીને રાસ રમ્યા. આહીર અમારું મોહાળ છે. ધન્ય છે આહીર સમાજ તમને, અમે ચારણ હોય એવું બોલીએ.
તમે ખરેખર વિશ્વની માલીકોર ગુજરાત નહીં ભારતમાં એક ઇતિહાસ રચ્યો આયરો. ધન્ય છે તમને ધન્ય છે તમને મા-બાપ. કે 45000 દીકરીઓ રાસ રમી. ખરેખર અહીંયા ખુદ કૃષ્ણ. મથુરા, વૃદાવન અને ગોકુલ આવી ગયું. ખુબ આનંદ થયો મને આ મહારાસમાં સૌ દીકરીઓ ભવાની જે મહારાસ રમ્યા એ જોઈને મને આનંદ થયો.નીચે આપેલ વિડીયો દ્વારા તમે મણીઘર બાપુના સ્વમુખેથી સાંભળી શકશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.