મીત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા પુરા થયા પછી ફરી એક વખત ચારે તરફ લગ્નનો માહોલ જામ્યો છે તેવામાં આ પાવન અવશર પર અને દંપતીઓ પ્રભુતામાં પગલા કરી પોતાના નવા જીવનનો શ્રી ગણેશ કરશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લગ્નને ઘણો પવિત્ર બંધન માનવામાં આવે છે લગ્ન ને કારણે ફક્ત બે વ્યક્તિ નહિ પરંતુ બે પરિવાર જોડાય છે. તેવામાં હાલમાં આ લગ્નનો માહોલ રાજકીય ક્ષેત્ર સુધી પણ પહોચી ગયો છે.
જણાવી દઈએ કે હાલમાં ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને લોકલાડીલા નેતા એવા વિજય ભાઈ રૂપાણી ના ઘરે ખુશીઓ નો માહોલ છે કારણ કે હાલમાં જ વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રુપાણીએ પ્રભુતામાં પગલા કર્યા છે અને લગ્ન બાદ નવા જીવનની શરૂઆત કરી છે, જણાવી દઈએ કે ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે થયા છે.
જાણકારી માટે જણાવી દઈએ કે ઋષભ અને અદિતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી એક બીજા સાથે રિલેશનમાં છે અને આખરે તેમના આ રીલેશન ને નવું નામ મળી ગયું છે. ઋષભ અને આદિતી ના પ્રેમ સંબંધ હવે પતિ પત્ની ના સંબંધ માં ફેરવાયો છે. પુત્રના લગ્નને લઈને વિજય રૂપાણી પણ ઘણા ખુશ છે.
જો વાત લગ્ન અંગે કરીએ તો ઋષભ રૂપાણી ના લગ્ન ૧૭ એપ્રિલ ના રોજ યોજાયા હતા પરંતુ લગ્નને લઈને અલગ અલગ વિધિઓ ૧૫ એપ્રિલથી જ શરુ થઇ ગઈ હતી. લગ્ન વિધિના આ ત્રણ દિવસ માં અનેક રીતી રીવાજો કરવામાં આવ્યા જે પૈકી લગ્ન સમયે ઉદ્યોગ અને કલા તથા રાજકીય ક્ષેત્રે પણ ઘણા લોકો આ લગ્નમાં નવ દંપતીને શુભ કામનાઓ આપવા આવ્યા હતા.
જો વાત લગ્નમાં હાજર મહેમાન અંગે કરીએ તો તેમાં આપણા વર્તમાન મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથો સાથ રિલાયન્સ ના પરિમલ નથવાણી અને પૂર્વ મંત્રી આર સી ફળદુ સહીત ના અનેક લોકો હાજર હતા જેમાં તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં જેઠાલાલ ના શાળા સુંદર નું પાત્ર ભજવનાર મયુર વાકાણી પણ હાજર હતા.
જોકે આ સમયે સૌથી વધુ કિંજલ દવેએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું જણાવી દઈએ કે વિજય ભાઈ રૂપાણી ના આમંત્રણ પર કિંજલ દવે ઋષભ રૂપાણી ના લગ્નમાં જોડાયા હતા આ સમયે તેમનો લાલ ડ્રેસ નો લુક લોકોને ઘણો પસંદ આવ્યો જણાવી દઈએ કે લગ્નને લઈને હાલમાં કિંજલ દવે ની ઘણી તસ્વીરો સોસ્યલ મીડયા પર વાયરલ છે જેને લોકો નો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો