ત્રણ પેઢીથી પરિવાર માદિકરીનો જન્મ ન થતા પરીવારે એવી રીતે લગ્ન કર્યા કે કન્યાદાન કરવાનુ સપનુ પુરુ થયુ ! પટેલ પરીવાર ના..
આપણે ત્યાં કન્યાદાનનું ખૂબ જ મહત્વ છે. જેના ઘરે દીકરીનો જન્મ થાય એ અતિ ભાગ્યશાળી ગણાય છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના લીધે દરેક માતા પિતાની આંખોમાં આંસુ આવી જશે તેમજ સમાજ માટે આ હદયસ્પર્શી ઘટના છે. ત્રણ પેઢીથી પરિવાર માદિકરીનો જન્મ ન થતા પરીવારે એવી રીતે લગ્ન કર્યા કે કન્યાદાન કરવાનુ સપનુ પુરુ થયુ ! પટેલ પરીવાર જે કર્યું તે કાર્ય ખૂબ જ સરહાનીય છે.
હાલમાં જ બોરસદના સિસવા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચે પુત્રવધૂને પોતાની દીકરી ગણી પોતાના ઘરઆંગણે તેના લગ્ન પોતાના દીકરા સાથે કરાવ્યાં હતાં. ખરેખર આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયી બની છે. યુવતીની જાન કલોલથી સિસવા ખાતે આવી હતી અને વર પક્ષ દ્વારા કન્યાની જાનનું સ્વાગત કરાયું હતું. સિસવાના પૂર્વ ડેપ્યુટી સરપંચે લગ્નનો ખર્ચ ઉઠાવી સમાજમાં દાખલારૂપ કિસ્સો બેસાડ્યો છે.
બોરસદના સિસવા ગામે રહેતા કૌશિક મણીભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સરપંચ છે અને હાલ ખેતી કરે છે. તેમના ઘરમાં 3 પેઢીથી દીકરીનો જન્મ થયો નથી. ઘરમાં દીકરી ન હોવાથી કન્યાદાન નો લ્હાવો લીધો હતો. મારા દીકરા હેનીલના લગ્ન કલોલ રહેતા ચંદુભાઈ પટેલની દીકરી બીજલ સાથે નક્કી થયા હતા. આ જ કારણે તેમને વિચાર આવ્યો કે, મારે દીકરી નથી ત્યારે મારા ઘરમાં જે વહુ આવશે તેને હું દીકરી તરીકે ગણીને તેના લગ્ન મારા ઘરઆંગણે કરીશ.
આ વાત કન્યાના પક્ષને કરી. મહત્વની વાત એ કે આ લગ્નમાં કન્યાપક્ષ તરફથી દીકરીની જાન આવી. દીકરીના લગ્ન હોય તેમ તમામ તૈયારી કરી હતી. જેમાં જાનનો ઉતારો, વરરાજાને પોંકવા, દીકરીને લગ્ન મંડપ સુધી લાવવી, જમણવાર આમ લગ્નની તમામ તૈયારી કરી હતી. આ ઘટના જોઈ સમાજના દરેક લોકો આશ્ચય પામી ગયા પણ આ ઘટનાનો સંદેશ સૌ કોઈ સમજી ગયા હતા.
સમાજમાં દુષણોને દૂર કરવા અને સકારાત્મક સંદેશ આપવાની પ્રેરણાથી કૌશિક પટેલે વહુના દીકરીની જેમ લગ્ન કરાવ્યા હતા. ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વડોદરાના હિતેશ પટેલ સમાજમાં ફેલાયેલાં દૂષણોને દૂર કરવા ગામેગામ લોકોને ભેગા કરીને સમજણ આપે છે. હિતેશ પટેલે પટેલ સમાજ લગ્ન પાછળ થતાં લાખોના ખર્ચ માટે પણ સમજણ આપે છે. જેમાં દીકરીનાં માતા-પિતા દીકરીને ભણાવીને મોટી કરે છે.