Categories
Gujarat

ખેડૂતોની ચિંતામાં વધારો! આવનર ત્રણ દિવસમાં ગુજરાતના આટલા વિસ્તાર વરસાદથી ભીંજાશે! હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં ઉનાળાનો સમયગાળો ચાલી રહ્યો છે સતત પડી રહેલા તડકા અને અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવામાં આજ વખતે ગરમી માં પણ રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે પડેલા મુશળધાર વરસાદ ને કારણે દેશનો જળ સંકટ ઘણો હલવો પડ્યો હતો અને મુશળધાર વરસાદ થી નદી સરોવર ભરાઈને પુર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

જોકે વરસાદ ની ઋતુ ગયા પછી આવેલા શિયાળા અને હાલમાં ચાલતા ઉનાળામાં પણ અનેક વિસ્તાર માં માવઠાઓ જોવા મળ્યા છે જેના કારણે ખાસ તો ખેડૂતોને ઘણી મુશ્કેલી સર્જાઈ હતી. કારણ કે કમોશ્મી વરસાદને કારણે ખેડૂતોના અનેક પાક નસ્ટ થયા હતા. જોકે હાલમાં ફરી એક વખત હવામાન વિભાગે કરેલ કમોશ્મી વરસાદની આગાહી ને કારણે ખેડૂતો ની ચિંતામાં વધારો થશે.

જો વાત હવામાન વિભાગની આગાહી અંગે કરીએ તો આવનાર ત્રણ દિવસ માટે વિભાગે રાજ્યમાં વરસાદ પડવાની સંભવના વ્યક્ત કરી છે જેને અંતર્ગત રાજ્યમાં 7 થી ૯ માર્ચ ના રોજ ફરી એક વખત માવઠા ની આગાહી કરવામાં આવી છે જે પૈકી તારીખ 7 માર્ચ ના રોજ રાજ્યમાં છોટા ઉદેપુર, નર્મદા અને તાપી તથા ડાંગ જેવા વિસ્તારોમાં.

જયારે ૮ માર્ચ ના રોજ પંચમહાલ અને દાહોદ, મહીસાગર ઉપરાંત અરવલ્લી અને ખેડા, સાથો સાથ સુરત, વડોદરા, નર્મદા અને આસપાસ ના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જયારે વાત ૯ માર્ચ અંગે કરીએ તો આ દિવસે નર્મદા અને તાપી સાથો સાથ છોટા ઉદેપુર, સુરત, ભરૂચ અને નવશારી, વલસાડ તથા ભવનાગર માં પણ હળવો વરસાદ થવાની સંભવના છે. જયારે આવનાર થોડા સમય માટે ગરમીમાં વધારો થવાની સંભવના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *