રામ રાખે એને કોણ ચાખે!! જૂનાગઢના આ ભાભને પોલીસે પોતાના જીવને જોખમમાં મૂકીને બચાવી લીધા, આવી રીતે તણાયા હતા.. જુઓ વિડીયો
હાલમાં વરસાદે ચારેબાજુ જોર પકડ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહીત ન આ ઘણા રાજ્યોમાં પાણી નો કહેર જોવા મલી આવ્યો છે. એવામાં ત્રીજા રાઉન્ડ માં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો એમ જણાઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 65 % વરસાદ પડયાનો નોંધવામાં આવી રહ્યું છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ , જૂનાગઢ માં તો પૂર ની સ્થિતિ જોવા મળી આવી છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા પૂર ના વિડીયો જોવા મલી જાય છે જેમાં ઘણીવાર ઘરમાં પાણી ભરાઈ જવાના વિડીયો જોવા મળી જાય છે.તો ઘણીવાર ગાડીઓના તણાઇ જવાના વિડીયો પણ સામે આવતા હોય છે.આમ તો કહેવાય છે ને કે રામ રાખે ત્યેને કોણ ચાખે આ કહેવત અહી સાચી સાબિત થઈ છે. જે જુનાગઢ ના આ વૃધ્ધ દાદા સાથે બન્યું છે કે આ કહેવત તેના પર બરોબર ફિટ થાય છે. જેમાં વરસાદ ના કારણે જુનાગઢ માં પૂર ના કારણે ભારે ખરાબી સર્જાઈ છે આ સાથે જ એક વૃધ્ધ દાદા નો યમરાજ ને તાળી આપીને પરત આવ્યા છે.
આ વૃધ્ધનું નામ વિનોદભાઇ ટેકચંદા છે. જે જુનાગઢ ના દૂરવેશ નગરમાં રહેતા વિનોદભાઇ પોતાના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો જેના કારણે તેઓ પાણીમાં તણાઇ ગયા હતા. ત્યારે હાલમાં જુનાગઢ માથી એક દાદા વરસાદ ના પાણીમાં તણાઇ રહ્યા હોય એનો વિડીયો સામે આવી રહ્યો છે. આ પાણીના જોરદાર પ્રવાહ માં તણાઇ જનાર વિનોદભાઇ એ પોતાની પ્રતિકિયા આપતા જણાવ્યુ હતું કે હું દુકાને થી ઘરે આવી રહ્યો હતો
તે સમયે કાળવા નદીની દિવાલ તૂટેલી હતી જેની મને જાણ નહોતી. અને વધારે વરસાદના કારણે પાણીના ફોર્સ થી આ દીવાલ તૂટી પડી હતી. મે પાણીથી બચવા માટે ફોર વહીલ ને પકડી રાખી હતી અને તેના પર બેસી પણ ગયો હતો પરંતુ વધારે પાણીના પ્રવાહ ના કારણે કાર પણ તણાવા લાગી હતી આથી આગળ જતાં એક ઝાડ આવ્યું જેનાથી મે ઝાડ ને પકડી રાખ્યું હતું આમ લગભગ 2 કલાક સુધી વિનોદભાઇ પાણીમાં સતત ઝાડ ના સહારે રહ્યા હતા અને ત્યાર બાદ લોકોએ તેમને બચાવી લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!