સૌને ખીલખીલાટ હસાવનાર માયાભાઇ આહીર છે આ નાના એવા ગામના વતની ! હાલ જીવે છે આટલું આલીશાન જીવન…જુઓ તસ્વીર
મિત્રો હાલના સમયમાં કયો એવો વ્યક્તિ હશે જે માયાભાઇ આહીરને નહિ ઓળખતો હોય, પોતાના ડાયરા તથા જોક્સથી આખા ગુજરાત રાજ્યને હસાવનાર એવા માયાભાઇ આહીરને આખા ગુજરાત રાજ્યમાં સૌ કોઈ ઓળખી રહ્યું છે. હાલ માયાભાઇની જીવનશૈલી વિશે જો વાત કરવામાં આવે તો હાલ તેઓ ખુબ સારું જીવન જીવ રહ્યા છે પરંતુ તેમના આટલા સારા જીવન પાછળ પણ તેમનો સંઘર્ષ રહેલો છે.
હા મિત્રો માયાભાઇ આહીરે પોતાના જીવનની અંદર અનેક સંઘર્ષો કર્યા છે ત્યારે તેઓના હાથે આ મુકામ હાંસલ થયું છે અને કહેવતમાં પણ કહેવાય જ છેને કે સફળતા તેને જઈ ચડે જે પરસેવે ન્હાય, માયાભાઈની જીવન કહાની પણ આવી જ કાંઈક છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તેમના જન્મસ્થળથી લઈને તેમના જીવન સંઘર્ષ વિશેની પુરી કહાની જણાવાના છીએ.
તમને જણાવી દઈએ કે માયાભાઇ આહીરનો જન્મ 16 મેં 1972 ના રોજ ભાવનગરના તળાજાના કુંડલી ગામની અંદર થયો હતો, નાનપણથી જ માયાભાઇ આહીર મસ્તીખોર હતા અને ડાયરાના પણ ખુબ જ શોખીન હતા, માયાભાઇ આહીર જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમને લોકસાહિત્યમાં ભારે રુચિ જાગવા લાગી માયાભાઇ નાના હતા ત્યારે તેમના પિતા તેમને ગામની ભજનસંધ્યા તથા સપ્તાહો માં સાથે લઇ જતા જ્યા માયાભાઇ આહીર મંજીરા વગાડતા.
પૈસા માટે થઈને માયાભાઇ આહીર એક ડ્રાયવર તરીકેનું પણ કામ કર્યું હતું,એવામાં જયારે પણ માયાભાઇ ઘરે આવતા ત્યારે તેમને વચ્ચે કોઈ ડાયરો ચાલતો જોવા મળી જાય તો તેવોડ ડાયરો સાંભળવા બેઠી જતા આની પરથી જ તમને ખબર પડી જશે કે માયાભાઇ ડાયરાના કેટલા વધારે શોખીન હશે. માયાભાઇ આહીરે પોતાનો પેહલો ડાયરો મહુવાના કુંભારવાડામાં કર્યો હતો, આમ ધીરે ધીરે કરતા માયાભાઇની પ્રીસિદ્ધિ વધતી ગઈ અને હાલ સૌ કોઈ તેમને ઓળખતું થયું છે.
હાલ માયાભાઇ આહીર ખુબ જ આલીશાન જીવન જીવે છે, તેઓ મોટા આલીશાન ઘરમાં રહે છે તથા તેમની પાસે કાર પણ ખુબ જ લકઝરીયસ છે. હાલ તો માયાભાઇ આહીરના એટલા બધા ચહીતા થઇ ચુક્યા છે કે વિદેશમાં પણ તેમની સારી એવી નામના છે અને વિદેશમાં પણ તેમના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે.