Gujarat

મેહુલ બોઘરા ના સરકારી વકીલે દલીલો કરતા કહ્યું કે શું TRB જવાન દંડ ઉઘરાવી શકે? હાથ માં દંડો રાખી શકે? જાણો વિગતે.

Spread the love

ગુજરાત પોલીસની કામગીરી ખરેખર કાબિલે તારીફ હોય છે. પરંતુ ક્યારેક પોલીસ જ જાહેર જનતા ઉપર તૂટી પડતી હોય છે એટલે કે રક્ષક જ ભક્ષક બની પડતી હોય છે એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેમાં સરકારી લોકો લાંચ લેતાં ઝડપાતા હોય છે પરંતુ હાલ સુરતમાંથી જે એક વીડિયો સામે આવ્યો છે. તે વીડિયો જોઈને સામાન્ય જનતા પણ પોતાનો રોષ આમાં ઠાલવતા જોવા મળે છે.

વધુ વિગતે જાણીએ તો મેહુલ ગોધરા નામના એક વકીલ કે જે લાંબા સમયથી ભ્રષ્ટાચારને લઈને સોશિયલ મીડિયા પર અનેક આંદોલનનો ચલાવતા હોય છે આ મેહુલ બોધરા એ આંદોલનના ભાગરૂપે સુરત માં આવેલા સંચાના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા ટીઆરપી જવાન કે જે સામાન્ય જનતા પાસેથી હપ્તા ઉઘરાવતો હોય આ હપ્તાખોરીને પ્રજા સમક્ષ લાવવા માટે આ મેહુલ નામનો વકીલ ટી આર બી જવાનું પાસે પહોંચ્યો તો જ્યારે ટીઆરપી જવાન હપ્તો લઈ રહ્યો હતો.

ત્યારબાદ વકીલના અન્ય કર્મચારીઓ દ્વારા જવાન સાજન ભરવાડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ બાબતે સામાન્ય ફરિયાદ જ દાખલ કરી સાથો સાથ ટીઆરપી જવાન સાજન ભરવાડે તે વકીલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ માહિતી વકીલ મંડળને મળતા આખું વકીલ મંડળ પોલીસ સ્ટેશનને આવી પહોંચ્યું હતું. અને પોલીસનો ઘેરાવ કરી લીધો હતો.

એવામાં હવે મેહુલ બોઘરા અને સાજન ભરવાડ નો કેસ કોર્ટમાં ચાલી જતા મેહુલ બોઘરા તરફથી સરકારી વકીલ નયન સુખડ વાલા દ્વારા કોર્ટમાં અનેક દલીલો કરવામાં આવી હતી. સાથોસાથ સાજન ભરવાડ ના વકીલ મિનેશ ઝવેરી દ્વારા પણ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. હવે આ મામલે સાજન ભરવાડના વકીલ મિનેષ ઝવેરી સાજન ભરવાડને જામીન મળે તે બાબતે અરજી કરવામાં આવેલી છે.

તો એક બાજુ મેહુલ બોઘરાના સરકારી વકીલ એવા નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું કે સાજન ભરવાડ એક ટીઆરબી જવાન છે અને ટી.આર.બી જવાન પાસે દંડો ક્યાંથી આવ્યો અને ટીઆરબી જવાનને દંડ ઉઘરાવવાની સત્તા કોણે આપી. તે કહે છે કે સાજન ભરવાડે પોલીસની કામ સારી કામગીરી પર પાણી ફેરવ્યું છે. વધુમાં કહ્યું કે પોલીસ ખાતું શિસ્ત અને ડિસિપ્લિન નું ખાતું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *