શું આજ વખતે ફળોના રાજા કેરીનો સ્વાદ નહિ મળે? વાતાવરણ ખરબ હોવાથી આટલો જોવા મળશે ભાવ. વેપારીઓ કહ્યુકે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ખાવા પીવાનો શોખીન છે. તેવામાં જો વાત આપણા રાજ્યના લોકો અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ લોકોને અલગ અલગ અને સ્વાદીસ્ત વસ્તુઓ ખાવી ઘણી પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાળો આપણા જીવનના ઘણા મહત્વના ભાગ છે. તે સ્વાદે તો મીઠા હોઈજ છે સાથો સાથ તે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ ઘણી મદદ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે હવે ગરમીનો સમય આવી ગયો છે તેવામાં આ સમય ફળોના રાજા મનાતા કેરીનો છે. દરેક વ્યક્તિને કેરી ખાવી ઘણી પસંદ છે.અને લોકો તેના સ્વાદનો ઘણો આનંદ માણે છે. પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તેના કારણે લોકોના કેરીના રંગમાં ભંગ પડી શકે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ફેબ્રુઆરી બાદ અને માર્ચની શરૂઆતમાં કેરીની સીઝન શરુ થઇ જાય છે.
પરંતુ આજ વખતે હજુ સુધી આ સીઝન શરુ થઇ નથી જેની પાછળ ખરાબ વાતાવરણ જવાબદાર છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે અનેક પાકને નુકશાન થયું છે માટે આજ વખતે કેરીની સીઝન આશરે ૧૫ દિવસ મોડી રહેશે.
ઉપરાંત કેરીના ઉત્પાદન માં પણ થયેલા નુકસાન ને અને ઓછા ઉત્પાદન ને લઈને કેરીના ભાવ વધુ જોવા મળશે. વેપારીએ કેરીના ભાવ વિશે જણાવતા કહ્યું કે હાલમાં કેરીની અછત છે માટે તેના ભાવ વધુ છે પરંતુ જયારે કેરીની આવક બજારમાં થશે ત્યારે ભાવ ઘટવાની સંભાવના છે તેમના જણાવ્યા અનુસાર પાછલા વર્ષ કરતા આશરે ૨૫ થી ૩૦ ટકા કેરી મોંઘી જોવા મળશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.