મિકાસિંહે અનંત અંબાણી ની પાર્ટી મા પરફોર્મ કરવા માત્ર 10-મિનિટ નો એટલો ચાર્જ લીધો કે જાણી ને ચક્કર ખાઈ જશે, જુઓ વિડીયો.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ થોડા દિવસો પહેલા તેના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરી દીધી છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ રાજસ્થાનમાં આવેલા નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી. જેમાં અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સગાઈ બાદ અંબાણી પરિવાર એ અનંત અંબાણીની સગાઈ ની ભવ્ય પાર્ટીનું આયોજન પોતાના ઘર એન્ટેલીયામાં કરવામાં આવ્યું હતું.
જેમાં બોલીવુડના એક થી એક મહાન કલાકારો પહોંચ્યા હતા. સલમાન ખાન, શાહરુખ ખાન, રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ, રણવીર સિંહ વગેરે એ હાજરી આપી હતી. તો મુકેશ અંબાણીએ પોતાના દીકરા ની સગાઈ ની ભવ્ય પાર્ટીમાં પ્રખ્યાત ગાયક મીકા સિંહને બોલાયા હતા. મિકા સિંહે માત્ર 10 મિનિટ પર્ફોર્મ કરવાના જેટલા પૈસા લીધા તે સાંભળીને ભલભલાની આંખોમાંથી આંસુ આવી જાય.
વાત કરીએ તો મિકા સિંહે માત્ર દસ મિનિટ ના પરફોર્મ કરવા માટે 1.5 કરોડ રૂપિયાનો ચાર્જ લીધો હતો. માત્ર 10 મિનિટના પરફોર્મ માટે આટલો મોટો ચાર્જ લેતા લોકો પણ ચોકી ઉઠ્યા છે. મુકેશ અંબાણીએ તેના પુત્રની સગાઈની પાર્ટીમાં કોઈ ખામી રહેવા દીધી ન હતી. આલીશાન રીતે બંનેનું ભવ્ય સ્વાગત એન્ટિલિયા માં કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
રાધિકા મર્ચન્ટ નો પરિવાર પણ ગુજરાત સાથે નાતો ધરાવે છે. તેના પિતા વીરેન મર્ચન્ટ ગુજરાતના કચ્છ જિલ્લાના છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી એક સારા મિત્ર છે. લાંબા સમયથી બંને એકબીજાની ખૂબ જ નજીક આવેલા છે. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં વધારો કરતા રહે છે. આખા વિશ્વમાં તે ભારતના નામનો ડંકો પણ વગાડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!