ચમત્કાર! લીમડાનું વૃક્ષ આપી રહ્યું છે દૂધ જેવું પ્રવાહી લોકો આ પ્રવાહીનો ઔષધિ તરીકે કરે છે ઉપયોગ જાણો રહસ્ય..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસ પાસ અવાર નવાર અનેક ચમત્કારિક ઘટનાઓ બનતી રહે છે તે પૈકી અમુક બનાવો વિશે હાલનું વિજ્ઞાન પણ તેના કારણ વિશે જાણી શક્યું નથી. તેવામાં લોકો આવી ઘટનાઓ ને ચમત્કાર માની બેસે છે, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષ એ કુદરત ની માનવીને આપેલી અનમોલ ભેટ છે. વૃક્ષ તરફથી મનુસ્યને ફળ અને ફૂલ ઉપરાંત અનેક ઔષધિઓ મળે છે. તેવામાં જો એવું કહેવામાં આવે કે હવે વૃક્ષઓ દૂધ પણ આપી રહ્યા છે તો ? કોઈ પણ વ્યક્તિ આ વાત પર વિશ્વાસ નહિ કરે તે બાબત સ્વાભાવિક છે.
પરંતુ આપણે અહીં એક એવાજ વૃક્ષ વિશે વાત કરવાની છે કે જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું છે અને લોકો આ ઘટનાને ચમત્કાર સાથે જોડીને આ પ્રવાહીનો ઔષધિ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ આ રહસ્યમય વૃક્ષ વિશે માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ વૃક્ષ બનાસકાંઠા વિસ્તારમાં આવેલા કાંકરેજના ઇન્દ્રમણા ગામમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ના ફળિયામાં આ ચમત્કારિક વૃક્ષ આવેલું છે. કે જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું છે.
જ્યારેથી લોકો એવી માહિતી મળી છે કે આ વૃક્ષ દૂધ જેવું પ્રવાહી આપે છે ત્યારથી લોકોમાં વ્રૂક્ષ ને લઈને ઘણો કુતુહલ છે. ગામના આને આસ પાસ ના લોકોમાં વૃક્ષને લઈને આસ્થા વધતી જાય છે અને તેમાંથી નીકળતા આ પ્રવાહીનો ઉપયોગ તેઓ ઔષધિ તરીકે કરે છે. લોકોનું માનવું છે કે આ પ્રવાહીથી ડાયાબિટીઝ અને વા જેવા રોગનું નીદન થઇ શકે છે. માટે તેઓ આ પ્રવાહીને ઘરે લઇ જાય છે.
જણાવી દઈએ કે આ વૃક્ષ ને લઈને જયારે એક સ્થાનિક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે છેલ્લા લગભગ દોઢ મહિનાથી આ વૃક્ષ માંથી દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું છે. અને લોકોમાં આ પ્રવાહીને લઈને આસ્થા વધતા લોકો તે પ્રવાહીને ઘરે લઇ જાય છે અને તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. જો કે હાલમાં આ દૂધ જેવા પ્રવાહીને લઇને કોઈ પણ મત બાંધવો વહેલો ગણાય પરંતુ આ કુદરતની કમાલ જ છે કે વૃક્ષમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે.