મોબાઈલ બન્યો મોતનું કારણ! મોબાઈલમાં સ્ટંટનો વિડિયો જોઇને 10 વર્ષના બાળકે કર્યું એવું…….
આજકાલ સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન નો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણ માં વધી ગયો છે. આજકાલ નાના છોકરાઓ માં મોબાઈલ માં ગેમ રમવાનો અને અવનવા વિડીયો જોવાનો ખુબ શોખ વધી ગયો છે. બાળકો આખો દિવસ મોબાઈલ માં જ પડી રહેતા હોય છે. એવામાં તેના મગજ પર પણ આની ખુબ માઠી અસર થતી હોય છે.
એવામાં ભારત ના ઉત્તર-પૂર્વ દિલ્હી વિસ્તાર ની ઘટના સામે આવી છે. 22 જૂન બુધવાર ના રોજ એક બાળકે પોતાના ઘરે મોબાઈલ માં સ્ટન્ટ નો વિડીયો જોઈ તેવો સ્ટન્ટ કરવા ના ચક્કર માં તે મોત ને ભેટ્યો હતો. મૃત્યુ પામનાર 10 વર્ષ ના બાળક ની માતા એ જણાવ્યું કે, તેના બાળક ને મોબાઈલ માં સ્ટન્ટ ના વિડીયો જોવા નો ખુબ શોખ હતો.
તે મોબાઈલ માં અવનવા સ્ટન્ટ ના વિડીયો જોઈ ને તેવા સ્ટન્ટ કરવાની કોશિશ કર્યા કરતો. તેણે બુધવારે મોબાઈલ માં સ્ટન્ટ નો વિડીયો જોઈ ને તેવો સ્ટન્ટ કર્યો. આ સ્ટન્ટ માં તેણે એક દોરડા નો ઉપયોગ કર્યો હતો. તે સ્ટન્ટ કરવા ગયો અને દોરડું તેના ગળા માં જ ફસાય ગયું. જેના કારણે તેનો શ્વાસ રૂંધાય ગયો હતો. શ્વાસ રૂંધાવા ના કારણે 10 વર્ષ નો બાળક મૃત્યુ પામ્યો. માતા અંદર ના રૂમ માં હતી. તેણે બહાર આવીને જોયું તો તેનો પુત્ર જમીન પર પડ્યો હતો.
માતા એ પાડોશી ની મદદ થી બાળક ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યો. પરંતુ બાળક મૃત્યુ પામ્યો હતો. જાણવા મળ્યું કે, બાળક ના પિતા ઇલેક્ટ્રોનિક્સ ની કંપની માં કામ કરે છે. અને માતા ગૃહિણી છે. 10 વર્ષ નો બાળક મૃત્યુ પામતા માતા-પિતા ને ઘેરો આઘાત લાગ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!