Gujarat

ગુજરાત ના આ ગામ મા છે “મોક્ષ એરપોર્ટ” ! આ “મોક્ષધામ” એકદમ એરપોર્ટ જેવુ જ અને બે વિમાન પણ…જાણો વિગતે…

Spread the love

જીવનનું પહેલું સ્થાન એટલે હોસ્પિટલ અને જીવનનું અંતિમ સરનામું એટલે સ્મશાન! કહેવાય છેને કે, જીવનમાં દરેક વ્યક્તિ વિચારતો હોય છે કે આખરે સ્વર્ગની નીસરણી ક્યાં છે. આજે અમે આપને એક એવા ગામની વાત કરીશું, જ્યાં મોક્ષ એરપોર્ટ આવેલું છે. જયાથી સ્વર્ગ તરફ તમને લઈ જાય છે. આ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને પણ ઓછેરૂ લગાડે એટલું આલીશાન છે.

18 50 09 i am gujarat

આ અનોખું એરપોર્ટ બારડોલીમાં આવેલું છે, જેને ‘અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. પહેલીવાર કોઈએ આવી રીતે એરપોર્ટ થીમ આધારીત સ્મશાન બનાવ્યું છે. મૃત્યુબાદ પરિવારજનોના દુઃખને હળવું કરવા તેમજ આત્માને વિમાન રૂપી માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તી થાય તે માટે સ્મશાનને એરપોર્ટની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

18 50 40 i am gujarat

ખાસ વાત એ છે કે, આ એરપોર્ટમા વિમાનના બે મોટા મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.આ ‘મોક્ષ એરપોર્ટ’ પર કોઈની અંતિમ યાત્રા પહોંચે તો પહેલા જ બે મોટા વિમાન જોવા મળશે. એક વિમાન ‘મોક્ષ એરલાઈન્સ’ અને બીજું વિમાન ‘સ્વર્ગ એરલાઈન્સ’નું દેખાશે. ગેટમાં એન્ટ્રી થતાં તેમને એરપોર્ટ પર જે રીતે અનાઉન્સમેન્ટ સંભળાય છે તેવું અનાઉન્સમેન્ટ સાંભળવા મળશે.સદગતની આત્માના અંતિમ પ્રવાસ માટે આ નંબરના ગેટ પર પ્રવેશ કરવો.

18 50 26 i am gujarat

અંતિમ ક્રિયા માટે આવતા મૃતકના પરિવારજનોનું દુઃખ ઘટે, લોકોને શાંતિ અને આશ્વાસન મળી રહે તે માટે એરપોર્ટ જેવો મહોલ તૈયાર કરાયો છે બારડોલીના આ સ્મશાનમાં.લોકોના દુઃખને હળવું કરવા માટે મીંઢોળા નદીના કિનારે આવેલી આ સ્મશાનને હવે ‘મોક્ષ એરપોર્ટ’ બનાવ્યું છે.

18 50 22 i am gujarat

આ એરપોર્ટમાં 40 ફૂટ કરતા મોટા બે વિમાનો તૈયાર કરી ટેક ઓફની સ્થિતિમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત અંત્યેષ્ટિ માટેની 3 ઈલેક્ટ્રીક અને 2 લાકડાની મળી કુલ 5 ભઠ્ઠીઓ છે. તેની ઉપર પણ અમે એરપોર્ટમાં જે રીતે ગેટનંબર હોય છે તેવા નંબરો આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *