એન્ટીલીયા જેવું આલીશાન ઘર છોડીને વારંવાર અંબાણી પરિવાર જામનગરમાં જે ઘરમાં રહેવા આવે છે, એ ક્યાં આવેલું છે જાણો…
આપણે જાણીએ છે કે, અંબાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રનાં ચોરવાડ ગામમાં છે. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઇ અંબાણી અને ચંપકલાલ દામાણી દ્વારા 1960માં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી. 1965 માં, ભાગીદારી સમાપ્ત થઈ અને ધીરુભાઈએ પેઢીનો પોલિસ્ટર વ્યવસાય ચાલુ રાખ્યો.1966માં, રિલાયન્સ ટેક્સટાઇલ એન્જિનિયર્સ પ્રા. લિમિટેડ મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવી હતી આજે જામનગરમ આવેલ ટાઉનશીપ અંબાણી પરિવારની ઓળખ છે. આ ટાઉનશીપમાં અવારનવાર અંબાણી પરિવાર રહેવા માટે આવે છે, ત્યારે ચાલો અમે આપને આ ટાઉનશીપ વિશે જણાવીએ.
રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા TMC બંગલોઝની બાજુમાં અંબાણી પરિવારનું ભવ્ય નિવાસસ્થાન છે. અંબાણી પરિવાર અનેક વખત તેમનાં પરીવાર સાથે અહીં નિવાસ કરવા આવે છે.
ટાઉનશીપ એક શહેર સમાન છે, જ્યાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ કર્મચારીઓને અહીં રહેવાની સુવિધાઓની સાથે તમામ જીવન જરૂરિયાત અને મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ છે.
જામનગર અને રિલાયન્સ રિફાઈનરીથી આજે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિફાઈનરીની ટાઉનશીપ ભાગ્યે જ કોઈ જોઈ હશે.ખાસ કરીને ટાઉનશીપમાં આવેલ અંબાણી નો બંગલો અતિ આલીશાન છે. હાલમાં જ અંબાણી પૌત્રનો જન્મદિવસ અહીં ઉજવેલ તેમજ કોરોનાકાળમાં અહીં રહેતા અને એક વખત તેમનાં પર હુમલો થતા અહીં આવી ગયા હતા.
હજુ સુધી રિયાલન્સ તરફથી આ અંગે કોઈ સમર્થન મળ્યું નથી. મહત્વની વાત એ છે કે, આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને રિલાયન્સ ટાઉનશીપમાં રહેવા આવતાં સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતોરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી થોડે દૂર મોટી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કર્મચારીઓ માટે રહેવા સહિતની અનેક હાઈટેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે તો સૌ કોઈ જાણે છે પણ ત્યાં કામ કરતા લોકો કેવી જગ્યામાં રહે છે.
રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ગ્રીન્સ ટાઉનશિપમાં વિદ્યાવિહાર, ઓવલ પાર્ક, નર્સરી સ્કૂલ, ગેસ્ટ હાઉસ, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા, ટેમ્પલ સહિત અનેક વિભાગો આવેલા છે. આ તસવીરો જોઈને તમારું મન મોહી જશે એ નક્કી છે.ખરેખર એન્ટીલિયા ની જેમ ટાઉનશીપમાં તેમનું ઘર તમામ સુવિધાઓથી સજ્જ છે અને ખાસ તો રીલાયન્સમાં આંબાવાડી આવેલ છે. હવે ટુંક સમયમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બનશે.