મુકેશ અંબાણીએ વેચ્યો પોતાનો ન્યુયોર્કનો આ આલીશન ફ્લેટ!! કિંમત છે અધધ… જુઓ ફ્લેટની તસ્વીર
બિઝનેસ જગતના સૌથી ધનિક વ્યકતિ માના એક મુકેશ અંબાણી એ હાલમાં જ ન્યુયોર્ક ના મેનહટ્ટન ના વેસ્ટ વિલેજ માં આવેલ પોતાની રેજિડેન્શીયલ પ્રોપર્ટી ને વેચી છે.તેમના આ ફ્લેટ મેનહટ્ટન ના ‘ સુપિરિયર ઈંક ‘ નામની બિલ્ડીંગ ના ચોથા ફ્લોર પર છે.ઘણી રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી એ ન્યુયોર્ક ના મેનહટ્ટન ના વેસ્ટ વિલેજ માં આવેલ પોતાની એક પ્રોપર્ટી ને વેચી દીધી છે. 17 ફ્લોર વાળી ‘ સુપિરિયર ઈંક ‘ નામની બિલ્ડીંગ ના ચોથા ફ્લોર ઓ આ ફ્લેટ 2406 વર્ગ ફૂટ એરિયા માં ફેલાયેલ છે.
આ ફ્લેટ માં બે બેડરૂમ ની સાથે સાથે ત્રણ બાથરૂમ અને એક શેફ કિચન પણ છે. એના સિવાય આ ફ્લેટ ની અગાશી 10 ફૂટ ઊંચી છે અને ફલોરીંગ હેરિંગબોન હાર્ડવુડ ની છે. આમાં બાળકોના રમવાનો રૂમ , યોગા/ પિલેટ્સ રૂમ , બાઈક રૂમ અને બહુ બધી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર આ ફ્લેટ ની દરેક બારીઓ નોઇઝ પ્રુફ છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણી ના આ ફ્લેટ ના પાડોશીઓમાં હિલેરી સવૅક અને માર્ક જૈકલ્સ જેવી હસ્તીઓ શામિલ હતી. ફ્લેટ ની સામેનો વ્યુ પણ બહુ જ શાનદાર છે. જેમાં હડસન નદીનો નજારો જોવા મળે છે.
‘ ન્યુયોર્ક પોસ્ટ ‘ ની રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી એ પોતાના આ લકઝરી ફ્લેટ ને 9 મિલિયન ડોલર એટલે કે 74.53 કરોડ રૂપિયામાં વેચ્યો છે. ‘ સુપિરિયર ઈંક ‘ બિલ્ડીંગ ની વાત કરીએ તો આ પહેલા એક ફેક્ટરી હતી જેની શરૂઆત વર્ષ 1919 માં થઇ હતી. લગભગ 90 વર્ષ પછી એટલે કે 2009 માં રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ દ્વારા આ બિલિડિંગ માં કુલ 17 ફ્લોર્સ છે જેમાં ચોથા ફ્લોર મુકેશ અંબાણી નો હતો જે હવે તેમને વેચી નાખ્યો છે.
મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકો સાથે દક્ષિણ મુંબઈ ના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલ પોતાના આલીશાન ઘર ‘ એંટીલિયા ‘ માં રહે છે. જે લંડન ના પ્રતિષ્ઠિત ‘ બંકિઘમ પેલેસ ‘ ના પછી સૌથી મોટા અને મોંઘા ઘર તરીકે ગણાય છે. તેમની આ ગગનચુંબી ઇમારત 27 માળની છે. 4532 વર્ગ મીટર માં ફેલાયેલી આ પ્રોપર્ટી ને શિકાગો સ્થિત આર્કિટેક્ટ ‘પકીરન્સ અને વીલ ‘ દ્વારા ડિજાઇન કરવામાં આવી છે જેને ઓસ્ટ્રેલિયાઈ બેસ્ટ કન્સ્ટ્રક્શન કંપની ‘ લિટલ હોલ્ડિંગ ‘ એ બનાવી છે.