India

બૉલીવુડ કલાકારો ને બોલાવી પુત્ર ની સગાઈ ને શાનદાર બનાવવા મુકેશ અંબાણી એ પાણી ની જેમ વેડફ્યા રૂપિયા, જુઓ તસવીરો.

Spread the love

29 ડિસેમ્બર 2022 ના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાજસ્થાનના નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં ખાનગી કાર્યક્રમમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી હતી. નાનપણથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એક સારા મિત્ર છે. નાનપણથી બંને એકબીજાને ઓળખે છે. શ્રીનાથજી મંદિરમાં બંને પરિવારોની હાજરીમાં સગાઈ કર્યા બાદ મુકેશ અંબાણીએ તેના ઘર એન્ટિલિયામાં એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં બોલીવુડના મહાન કલાકારોએ પણ હાજરી આપી હતી. દીકરાની સગાઈ થઈ ગયા બાદ મુકેશ અંબાણી એ તેના ઘર એન્ટીલિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઢોલના તાલે રાધિકા અને અનંત અંબાણી નાચતા જોવા મળ્યા હતા. બંનેના ચહેરા ઉપર ખુશી નો કોઈ પાર રહ્યો ન હતો. પાર્ટીમાં ચાર ચાંદ લગાવવા માટે મુકેશ અંબાણીએ બોલિવૂડના સ્ટારોને પણ આમંત્રણ આપ્યું હતું.

બોલીવુડના સ્ટારોને આમંત્રણ આપવા માટે મુકેશ અંબાણીએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જાણવા મળ્યું કે બૉલીવુડના મહાન સિંગર એવા મીકા સિંહે પણ એન્ટીલિયામાં હાજરી આપી હતી. મિકા સિંહે માત્ર 10 મિનિટના પર્ફોર્મન્સ ના 1.5 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. આ ઉપરાંત આ પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ હાજરી આપી હતી તો શાહરુખ ખાન અને સલમાન ખાને પણ હાજરી આપી હતી તો રણવીર સિંહ પણ તેના અલગ અંદાજમાં એન્ટિલિયામાં પહોંચ્યા હતા.

આખો અંબાણી પરિવાર ખુશ ખુશાલ જોવા મળ્યો હતો. એન્ટિલિયામાં જાણે કે દિવાળી જેવો માહોલ છવાઈ ચૂક્યો હતો. રાધિકા મર્ચન્ટ ની વાત કરવામાં આવે તો તે એક ભારતીય કલાસીકલ ડાન્સર છે તેના પિતા વિરેન મર્ચન્ટ ગુજરાત સાથેના નાતો ધરાવે છે તેનું મૂળ વતન કચ્છ આવેલું છે અને તેઓ પણ એક મોટા બિઝનેસમેન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *