Categories
India National

મુકેશ અંબાણીની સંપતિ માં અધધ વધારો ખરીદી એટલી લક્ઝુરિયસ અને મોંઘી હોટલ કે કિંમત જાણીને.. જુઓ તસવીરો

Spread the love

મીત્રો જીવનમાં કોણ નાણાં કમાવવા નથી માંગતું આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં નાણાં જ આપણા સાચા સાથી છે જીવનમાં પાયાની અને પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે પણ નાણાં ની જરૂર પડે છે આ ઉપરાંત જીવનને મોજ શોખ અને આરામ દાયક વિતાવ્વા માટે પોતાના તમામ મોંઘા શોખને પૂરા કરવા માટે પણ નાણાં ની ખાસ્સી જરૂર પડે છે.

તેવામાં આપણે અહીં દેશમાં સફળતા અને અમીરી નો પર્યાય બની ગયેલ વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી દેશ અને એશિયા ના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે ધંધો કરવાની અને તેને સફળતા સુધી લઇ જવાની આગવી કળા છે. તેઓ એક દૂરદ્રસ્ટી ધરાવતા ઉદ્યોગ પતિ છે. તેમની કંપની રિલાયન્સ આજે અનેક ક્ષેત્રોમા કામ કરે છે.

જો કે મુકેશ અંબાણી ફક્ત પૈસા કમાતા જ નથી પરંતુ તેને યોગ્ય જગ્યાએ રોકે પણ છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી એક સફળ બિઝ્નિસ મેંન તો છે જ સાથો સાથ એક સારા રોકાણકાર પણ છે જણાવી દઈએ કે છેલ્લ ઘણા સમયથી મુકેશ અંબાણી વિદેશમાં અનેક પ્રોપ્રટી ખરીદી છે.

જ્યાં એક બાજુ થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ ઇગ્લેન્ડ માં આવેલ કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ ‘સ્ટોક પાર્ક’ ખરીદ્યો હતો. તેવામાં ફરી એકવાર મુકેશ અંબાણી પોતાના આવાજ મોટા રોકાણ ને લઈને ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં આવેલી એક લક્ઝરી હોટલને લગભગ 2000 કરોડમાં ખરીદી છે.

જો વાત આ હોટલ અંગે કરીએ તો મુકેશ અંબાણીએ ન્યૂયોર્કની પ્રખ્યાત હોટેલ ‘મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલ’ ખરીદી છે. જો વાત આ હોટલ ની કિંમત અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ આ હોટેલ નો 73.37 ટકા હિસ્સો પોતાના નામે કરવા માટે આશરે $98.15 મિલિયન એટલે કે ભારતીય ચલણમાં લગભગ રૂ. 729 કરોડની ચુકવણી કરશે.

જો વાત આ હોટલ અંગે અને તેની લક્ઝુરિયસ સુવિધાઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ હોટલ મિડટાઉન મેનહટનમાં સેન્ટ્રલ પાર્કની ઉપર આવેલ છે ઉપરાંત આ હોટેલ કોલંબસ સર્કલની સૌથી વૈભવી હોટેલમાંની એક છે. અહીં તેમને 248 રૂમ જોવા મળશે. આ ઉપરાંત અહીં એમઓ લાઉન્જ પણ છે કે જેમાં સેન્ટ્રલ પાર્ક અને મેનહટનના દૃશ્યો સાથે હાઇ-ટેક ફૂડ મેનૂ અને પીણાં પણ છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે હોટેલમાં 14,500-સ્ક્વેર-ફૂટ લક્ઝરી સ્પા સાથો સાથ 75-ફૂટ લેપ પૂલ સાથેનું અદ્યતન ફિટનેસ સેન્ટર પણ છે. અને આ હોટલ એવી જગ્યાએ આવેલ છે કે જ્યાં તમામ બ્રાન્ડેડ દુકાનો, ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટ્સ અને ઘણું બધું છે. આમ આ હોટલ ઘણી જ વૈભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *