રક્ષાનુ વચન આપનાર પતિએ જ શંકાના આધાર પર પત્નીની હત્યા કરતા ચકચાર પત્નીનો હતો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સમગ્ર વિશ્વમા જેટલા સંબંધો છે તે પૈકી પતિ પત્ની ના સંબંધને સૌથી પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છિએ કે પતિ પત્નીએ ભેગા મળીને આ સંસાર રૂપી સાગર ને પાર કરવાનો હોઇ છે. લગ્ન સમયે પણ પતિ પત્ની એક બીજાને જન્મો જનમ સાથે રહેવાના અને જીવનમાં આવનારા તમામ મુસીબતો નો સામનો એલ સાથે કરીને હંમેશ એક બીજા નો સાથ આપવાનું વચન આપતા હોઈ છે.
જો કે સમાજમાં ઘણા એવા બનાવો પણ બને છે કેજે પતિ પત્ની ના આવા સંબંધ ને કલંકિત કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં એવા પણ ઘણા ઘર છે કે જ્યાં મહિલાઓ ઘરેલુ હિંસા નો શિકાર બની રહી છે. અને ઘણી વક્ત આવી હિંસામા તેમને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મહિલા સાથે હિંસા અને તેમના મર્ડર ની ઘણા બનાવો સામે આવ્યા છે.
હાલમાં આવો જ એક શર્મશાર બનાવ સામે આવ્યો છે કે જ્યા એક પતિએ જ પોતાની પત્ની ની હત્યા કરતા ચકચાર મચી ગયો છે. આ બનાવ અંગે ની વિગતો આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ બનાવ સૂરત ના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શમા સોસાયટી નો છે કે જ્યાં એક શંકાશીલ પતિએ પત્નીનું ગળું દબાવી દઈને હત્યા કરી હતી.
જો વાત હત્યારા પતિ વિશે કરીએ તો તેનું નામ વિઠ્ઠલભાઇ ખીમણિયાના જ્યારે મૃત્યુ પામેલી મહિલાનુ નામ દયા બેન વિઠ્ઠલભાઇ ખીમણિયાના જો વાત દયા બહેન અને વિઠ્ઠલભાઈ ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે હીરાના ખાતામાં મેનેજર તરીકે કામ કરતા વિઠ્ઠલભાઇ ના લગ્ન 20 વર્ષ પહેલા દયા બહેન સાથે થયા હતા જણાવી દઈએ કે તેમને બે બાળકો પણ હતા.
તેવામાં એક દિવસ વિઠ્ઠલભાઈના ભત્રીજાના લગ્ન હતા જોકે દયા બેનને આ લગ્નમાં નહોતું જવું માટે દંપતિ માં ઉગ્ર બોલાચાલી થઈ અને વાત વધતા મારા મારી સુધી પહોંચી હતી. જણાવી દઈએ કે વિઠ્ઠલભાઇએ દયાબેનને પેટમાં કોણી માર્યા બાદ ગળે ટુપો આપી ગુસ્સામાં હત્યા કરી હતી.
જો કે જણાવી દઈએ કે આ અગાઉ દયા બહેન પરિવારને છોડી પ્રેમી સાથે ભાગી ગયા હતા. આ સમયે આબરૂ ખાતર વિઠ્ઠલભાઈ તેમને સમજાવી ને પરત લાવ્યા હતા. જો કે હાલમાં તેમણે પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને હત્યા કરી હોવાનું પોલીસ ની પ્રાથિમીક તપાસ માં સામે આવ્યું છે.