મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જાણે ગુજરાત માં યુવતીઓ સુરક્ષિત ના હોઈ અને ખૂની લોકોને જાણે પોલીસ તંત્ર નો ડર ના હોઈ તેમ એક પછી એક જે રીતે હત્યા ના બનાવો સામે આવ્યો છે. તેના કારણે આખા રાજ્યમાં શોક નો માહોલ છે. તેમાં પણ જે રીતે યુવતીઓ સાથે પ્રેમ ના નામે ખોટા કામ કરવામાં આવે છે અને હત્યા કરવામાં આવે છે. તેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી ભર્યો માહોલ છે.
સૌ પ્રથમ ગ્રીષ્મા ની તેના જ પરિવાર સામે જાહેરમાં ગળું કાપીને એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનીલે હત્યા કરી હતી હજુ તો આ હત્યા નો ડંખ દુર થાય તે પહેલા જ ફરી વડોદરામાં પ્રેમના નામે તૃષા સોલંકી ની હત્યા કરવામાં આવી હતી જે બાદ ફરી એક વખત વડોદરાથી જ ઘણો આઘાત જનક બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક યુવતી નો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોક નો માહોલ છે.
જણાવી દઈએ કે વડોદરામાં નર્મદા જીલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેસનના વિસ્તારમાં એક યુવતો નો મૃત દેહ ખેતર માંથી મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા યુવતી નું નામ મીરાં સોલંકી હોવાનું સામે આવ્યું હતું. જણાવી દઈએ કે મીર તેના પરિવાર સાથે માંજલપુર ના દરબાર ચોકડી પાસે ના બળિયા દેવ મંદિર પાસે રહેતી હતી.
હાલમાં મીરાં ૨૦ વર્ષની હતી અને ટુક સમય પહેલા જ ૧૨ બોર્ડ ની પરિક્ષા આપી હતી. જણાવી દઈએ કે મીરાએ મૃત્યુ પહેલા પોતાની બહેનને એવો મેસેજ કર્યો હતોકે પોતે સંદીપ સાથે છે માટે ચિંતા ના કરતા. જણાવી દઈએ કે મીરાં પોતાના ઘરેથી બે દિવસ અગાઉ નીકળી હતી અને ઘરે પરત ના ફરતા પિતા નીલેશભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ મીરાં નો મૃત દેહ મળી આવ્યો હતો.
જણાવી દઈએ કે હાલમાં પોલીસ આ હત્યા અંગે સઘન તપાસ કરી રહી છે અને હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક રીતે પોલીસે જાણ કરી છે. જોકે મીરાએ પોતાના મેસેજ માં જે સંદીપ વિશે માહિતી આપી હતી તે સંદીપ ને પણ શંકા ના દાયરામાં રાખી તેના પરિવાર સાથે પણ તપાસ થઇ રહી છે. પ્રાથમિક રીતે જોતા પ્રથમ મીરાનું ગળું દબાવી અને પછી ડામ આપી હત્યા કરી હોવાનું સામે આવ્યો છે. જોકે પોસ્ટ મોર્ટમ બાદ હત્યાના કારણ અંગે જાણ થશે.