મિત્રો હાલમાં માનવીનો સ્વભાવ માનવતા વાળો નહીં પરંતુ રક્ષસિ વૃતિ વાળો થઈ ગયો હોઈ તેવું લાગે છે. આપણે આવું શા માટે કહીયે છિએ તેની પાછળ પણ માનવી નો આવો જ બદલાયેલ સ્વભાવ છે. હાલમાં એવું લાગે છે કે વ્યક્તિમાં જાણે સહન શક્તિ નથી રહી. તેવામાં વ્યક્તિ પહેલા તો ખોટું કામ કરે જે બાદ જો કોઈ વ્યક્તિ તેને સાચી બાબત જણાવે તો વ્યક્તિ આવા વ્યતિઓ સાથે લડવા લાગે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ આપણું ઘર છે તેવી જ રીતે જેમ આપણે આપણા ઘરને ખરાબ નથી કરતા તેવી જ રીતે આપણા દેશને પણ ખરાબ ન કરવો એ આપણી જવાબદારી છે. તેવામાં હાલમાં જે બનાવ સામે આવ્યો છે તે આવોજ છે. કે જ્યાં એક વ્યક્તિ જાહેરમાં પેસાબ કરતો અટકાવતા તેને એવો ગુસ્સો આવ્યો કે તેણે આ વ્યક્તિનો જીવ જ લઇ લીધો.
મિત્રો આ દુઃખદ બનાવ સુરતના રાંદેર નો છે જ્યાં ચાર લોકો દ્વારા એક વ્યક્તિ પર જાહેરમાં ચાકુ વડે વાર કરવામાં આવ્યા અને તેનો જીવ લીધો. જણાવી દઈએ કે આ મૃત્યુ પામેલા વ્યક્તિ નું નામ રવિ છે. કે જેમણે પાલનપુર પાટિયા ગાયત્રી સર્કલ પાસે સંજય ઉર્ફ સંજુ સહદેવ જગતાપ ને જાહેરમાં પેસાબ ન કરવા અંગે સીખામણ આપી હતી.
જો કે આ વાતને લઈને સંજુ ઘણો ગુસ્સે થયો અને તેણે બે બાઇક પર તેના ત્રણ મિત્રો સાથે આવીને રવિ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને તેને માર માર્યો હતો. આ સમયે રવિનો મિત્ર જયશ નથવાણી પણ હતો. જયેશને પણ તમાચા માર્યા હતા. તેવામાં ઝઘડા દરમિયાન રવિને પગના ભાગે રેમ્બો છરો મારી દીધો હતો. જેથી રવિનુ ઘણું લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયુ હતું.
જો વાત રવિ વિશે કરીએ તો જણાવી દઈએ કે રવિ તેમના પરિવાર માં મોટું સંતાન હતો અને પિતાના અવસાન પછી માતાને મદદ કરવા માટે તેમણે સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. અને તેમના માથે જ આખા ઘરની જવાબદારી હતી. પુત્રના મૃત્યુ અંગે માહિતી મળતા માતાને ઘણો શોક થયો છે અને તેમના આશુ રોકાતા નથી તથા માતા લતા બહેને હત્યારા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.