મુસ્લિમ પરિવારે પોતાની દીકરીની લગ્નની એવી કંકોત્રી બનાવડાવી કે હવે ચારેય કોર વખાણ થઇ રહ્યા છે !! કંકોત્રીમાં હિન્દૂ દેવી-દેવતાનો ફોટો…
હાલમાં લગ્નની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે હાલમાં જ એક લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે પોતાની દીકરીના લગ્નના કાર્ડ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ખરેખર આ કંકોત્રી જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
વાત જાણે એમ છે કે, અમેઠીના સિંહપુર બ્લોકના અલ્લાદીન ગામના શબ્બીર ટાઇગરની દીકરી સાયમા બાનોના લગ્ન 8 નવેમ્બરના રોજ થવાના છે. તેમના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશ, રાધા-કૃષ્ણ જેવા હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવવામાં આવી છે. શબ્બીરનું કહેવું છે કે તેમણે આવું કરીને સમાજમાં સકારાત્મક સંદેશો આપવા માંગે છે અને હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા માંગે છે.
આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ કાર્ડને હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો આને માત્ર એક સ્ટંટ માની રહ્યા છે.
આવી ઘટનાઓ આપણા સમાજ માટે એક આશાનો કિરણ છે. આપણે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને એકબીજા સાથે મળીને એક સુખી અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવું જોઈએ. હાલમાં સોશિયલ મીડિયામાં આ કંકોત્રી ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો અનેક પ્રકારની ચર્ચાઓ અને વિચારણા કરી રહયા છે