હ્રિતિક રોશન સાથે દેખાતી આ બાળકીને હાલમાં ઓળખવી મુશ્કેલ !! એટલી સુંદર કે ભલભલી બૉલીવુડની અભિનેત્રી પાણીકમ લાગે…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગતના અનેક એવા સ્ટાર કિડ્સ હાલ એટલા મોટા થઇ ચુક્યા છે કે તેમના ઓળખવામાં પણ મુશ્કેલી થતી હોય છે. સાવ બાળકો હોય ત્યારે ફિલ્મોમાં બાળકો આવતા હોય છે જે પછી તેઓ થોડાક વર્ષો બાદ કોઈ રિયાલ્ટી શો અથવા તો બીજી કોઈ એડમાં દેખાય છે તો આપણને જાણ થઇ છે કે આ તે સ્ટાર કિડ છે.
આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ અભિનેત્રી વિશે વાત કરવાના છીએ જેણે ખુબ નાની ઉંમરમાં મોટું નામ કમાય લીધું છે અને હાલના સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવે છે.આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ હંસિકા મોટવાની છે જેને પોતાના દમદાર એક્ટિંગ અને સુંદરતાથી અનેક લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. હંસિકા સુંદરતા વિશે જો વાત કરવામાં આવે તો સુંદરતામાં ઘણી મોટી મોટી અભિનેત્રીઓ તેની સામે પાણીકમ લાગે છે.
હંસિકા વિશે જો વાત કરવામાં આવે તો તેણે પોતાનું ઍક્ટિંગનું આ કામ નાનપણથી શરૂઆત કરી હતી, હંસિકા નાની હતી ત્યારે તે ટીવી શો ‘શકા લાકા બૂમ બૂમ’ અને ‘દેશમે નિકલા હોગા ચાંદ’ માં બાળ કલાકાર તરીકે પોતાનો રોલ અદા કર્યો હતો, એટલું જ નહીં હંસિકાએ બૉલીવુડની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ માં પણ એક્ટિંગ કરી હતી.
હંસિકાને હિમેશ રેશમિયાની ફિલ્મ ‘તેરા સુરુર’ માં પણ અભિનય કરતા જોવા મળી હતી, એવામાં ત્યારે તો નાની એવી ક્યૂટ દેખાતી હતી હંસિકા પરંતુ હાલના સમયમાં જોવામાં આવે તો તે ખુબ યંગ તથા સુંદરતાથી ભરપૂર થઇ ચુકી છે, એટલે જ તેને સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે ફોલોવર્સ છે અને લોકો તેને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.