Gujarat

ધન તેરસ પહેલા સોના અને ચાંદી ના ભાવો મા થયા મોટા ફેરફાર જાણો આજનો આ બન્ને ધાતુઓ નો ભાવ…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળીના સમય ચાલી રહ્યો છે. દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. દિવાળી ના સમય દરમિયાન અનેક શુભ દિવસો અને અનેક શુભ ચોઘડિયામાં પણ આવે છે આવા શુભ ચોઘડિયા અને શુભ દિવસે લોકો કિંમતી ધાતુઓ જેવી કે સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદવા પસંદ કરતા હોય છે.

જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જેઓ આવા સારા દિવસો માં સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું પણ વિચારતા જો તમે પણ હાલના સમયમાં સોના અને ચાંદી ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારા માટે છે આપણે અહીં આજે દેશમાં પ્રવર્તમાન સોના અને ચાંદીના ભાવો વિશે વાત કરવાની છે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ ના સમય માં સોનું અને ચાંદી લોકો માટે કેટલું મૂલ્યવાન છે. તેવામાં આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદી ના ભાવોમા વારંવાર ફેરફારો જોવા મળ્યા છે અમુક વખત આવા ભાવો વધવાનું તો અમુક વખત આવા ભાવો ઘટ્વાનુ વલણ ધરાવતા જોવા મળ્યા છે.

આ અઠવાડિયા ના પ્રથમ દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમા ઘટાડો જોવા મળ્યો છે. એક વેબસાઈટના જણાવ્યા અનુસાર 10 ગ્રામ માટે સોનાનો ભાવ 47776 રૂપિયા થઈ ગયો છે એટલેકે સોનામાં 199 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે. જે શુક્રવારે સોનું 47975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો વાત ચાંદી અંગે કરીએ તો દરેક કિલો માટે તેનો ભાવ 64368 રૂપિયા થઈ ગયો છે એટલેકે ચાંદી માં 140 રૂપિયા નો ઘટાડો થયો છે.

જો વાત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અંગે કરીએ તો અહીં સોનું 37 રૂપિયાના વધારા સાથે 47672 રૂપિયા પર જ્યારે ચાંદી 24 રૂપિયાના ઘટાડા સાથે 64510 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહયુ છે.

જો વાત ભારતીય સરાફા બજાર અંગે કરીએ તો અહીં, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ માટે નો ભાવ 47776 રૂપિયા છે જ્યારે 23 કેરેટ સોનું રૂ. 47585 પ્રતિ 10ગ્રામ છે. જો વાત 22 કેરેટ સોના અંગે કરીએ તો તેના 10 ગ્રામ નો ભાવ રૂ. 43763 છે. જયારે 18 કેરેટ અને 14 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે 36832 રૂપિયા અને 27949 રૂપિયા જોવા મળ્યો હતો.

જો વાત દેશના અલગ અલગ શહેરો અંગે કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોના નો ભાવ 44,614 જ્યારે 24 કેરેટ સોના નો ભાવ 48,670 રૂપિયા છે. જો વાત મુંબઈ અંગે કરીએ તો અહીં 22 કેરેટ સોનુ 24 કેરેટ સોના ની ભાવ અનુક્રમે 44,688 રૂપિયા અને 48,750 રૂપિયા છે.

તેવીજ રીતે કોલકાતામાં 22 કેરેટ સોનું રૂ.44,633 અને 24 કેરેટ સોનું રૂ.48,690 રૂપિયા છે. આ ભાવ ચેન્નાઈ માટે અનુક્ર્મે 45,118 રૂપિયા અને 44,816 રૂપિયા છે. આ તમામ સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ માટે છે.જો વાત વિશ્વ બજાર અંગે કરીએ તો અહીં સોનામાં તેજી જોવા મળી છે. અમેરિકામાં સોનું $3.56ના વધારા સાથે $1,783.90 પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.07 ડોલરના વધારા સાથે 23.85 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *