આવી અનોખી કંકોત્રી પહેલા ક્યારે પણ નહી જોઈ હોય ! લગ્ન થયા પછી આવી રીતે ઉપયોગ કરી શકાશે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા સુધી ક્મુરતા ચાલી રહ્યા હતા. અને આપણે સૌ જાણીએ છિએ કે કમુરતા માં સારા કર્યો થઈ શક્તા નથી. તેવામાં જ્યાં હાલમાં કમુરતાનો સમયગાળો પૂરો થઈ ગયો છે તેવામાં ફરી શુભ પ્રસંગો શરૂ થઈ ગયાં છે. તેવામાં હવે ઠેર ઠેર લગ્નને લઈને તૈયારીઓ થવા લાગી છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. આ સમયગાળા માં અનેક યુગલો એક બીજા સાથે જન્મો જનમ માટે જોડાઈ જશે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નને લઈને લોકોમાં ઘણો ઉત્શાહ હોઈ છે. માટે જ લોકો પોતના લગ્નને ખાસ બનાવવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈ છે.
લગ્નને ખાસ બનાવવા માટે લોકો લગ્નના પહેરવેશ, લગ્નનું આમંત્રણ લગ્નની થીમ, લગ્નમાં વર અને કન્યા ની એન્ટ્રી વગેરેને લઈને લોકો ઘણા ક્રિએટિવ આઈડિયા અપનાવે છે જેથી લગ્નને યાદગાર બનાવી શકાય. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જે પરિવાર માં લગ્ન હોઈ તેઓ અન્યને લગ્નમાં આમંત્રણ આપવા માટે કંકોત્રી આપે છે. જોકે લગ્ન બાદ લોકો આ કંકોત્રીને રાખતા નથી અને તેને ફેંકી દે છે.
જો કે લોકો લગ્ન બાદ તેના નિમંત્રણ ને ફેંકી નો દે તે માટે આ વ્યક્તિએ અનોખી કંકોત્રી છપાવિ છે. જણાવી દઈએ આ લગ્ન સુરેન્દ્રનગર ની રૂપાવટી પ્રાથમિક શાળાના આચાર્યની પુત્રી અને લાભુભાઈ ડાભીના દીકરા ધવલ ના લગ્ન 16 તારીખે છે, જો કે બંને પરિવાર પક્ષિ પ્રેમી પણ છે માટે પોતાના સંતાનો ની સાથે પક્ષિઓ નું પણ ઘર બને તે માટે પરિવારે લગ્નની કંકોત્રી ને માળા ની જેમ તૈયાર કરી છે જણાવી દઈએ કે ૪૦ રૂપિયા ના ભાવ વાળી, ૭૦૦ થી વધુ કંકોત્રી બચાવ્વામા આવી છે.
અને આ આમંત્રણ પત્રિકા પરિવાર ના સભ્યો અને મિત્રો ને આપવાની છે જેનો હેતુ લોકો લગ્ન બાદ કંકોત્રી ને ફેંકી દેવાને બદલે તેને પોતાના આંગણામા રાખે કે જેથી તેમાં આવીને પક્ષિઓ પોતાનો માળો બનાવી શકે. આ લગ્ન કંકોત્રી બાબતે લાભુભાઈ માહિતી આપે છે કે હાલના આ શહેરીકરણને લીધે જ્યાં એક બાજુ વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે તેવામાં બીજી બાજુ શહેરોમ વધારે પડતા મોબાઇલ ટાવર ને લીધે ચકલીઓની સંખ્યા માં ઘટાડો થાય છે.
જેના કારણે લોકો આ કંકોત્રી ને પોતાના આંગણાની અંદર રાખે અને લુપ્ત થઈ ચકલીની પ્રજાતિઓને બચાવવા માં પોતાનું સમર્થન આપે. જોકે જણાવી દઈએ કે લાભુભાઈ પક્ષિ પ્રેમિનિ સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે તેઓ સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ નામની મેડિકલ કોલેજમા, દર્દીઓ માટે ઘણા સમયથી વિના મુલ્ય ટિફિન સેવા પૂરી પાડે છે.