,નવા વર્ષમાં બાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી! જાણો આવનાર વર્ષમાં શું સંકટ હશે અને ઠંડીનું જોર કેવું રહેશે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દિવાળીનો માહોલ વચ્ચે અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. ચોમાસુ એ વિદાય લઈ લીધી છે, ત્યારે હવે સૌ કોઈ શિયાળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હાલમાં જ શિયાળાની શરૂઆત અને ગરમીને કારણે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. આ જ કારણે મોટાભાગના લોકો શરદી અને કફની બીમારી જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ થશે. તારીખ 8-12 નવેમ્બર સુધી દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળશે.
તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની સંભાવના રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે છે અને ઝરમર વરસાદ પડવાની સંભાવના રહેશે.
સૌથી ખાસ વાત એ છે કે, આગામી ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની સંભાવના રહેશે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બરના અંત સુધી એક પછી એક સિસ્ટમ સક્રિય રહેશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવતા રહેશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.