લગ્ન બાદ તરત જ લોકોની સેવા એ જુટ્યા ખજૂરભાઈ, પોતાની પત્ની મીનાક્ષી દવે વિશેની પણ આ સુંદર વાત કહી કે જાણી તમે યુગલની “વાહ વાહ કરશો..
લગ્ન બાદ તરત જ લોકોની સેવા એ જુટ્યા ખજૂરભાઈ, પોતાની પત્ની મીનાક્ષી દવે વિશેની પણ આ સુંદર વાત કહી કે જાણી તમે યુગલની “વાહ વાહ કરશો.હાલમાં સોશિયલ મીડિયામાં ખજૂર ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં ખજૂર ભાઈએ પોતાની પત્ની મીનાક્ષીની એવી વાત કહી છે કે આ જાણીને દરેક યુગલે આ વાત ખાસ યાદ રાખવી જોઈએ.
કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ ના લગ્ન હાલમાં જ થયા છે અને લગ્ન થઈ ગયા બાદ ઘણા યુગલો હનીમૂન માટે બહાર ફરવા જતા હોય છે પરંતુ ખજૂર ભાઈ બહાર ફરવા જવાને બદલે હવે ફરીથી પોતાના જે અધુરા કામ છે તે કરવા માટે કામે લાગી જશે કારણ કે આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ અત્યાર સુધીમાં અને જરૂરિયાતમંદ લોકોને ઘર બનાવી આપ્યા છે ત્યારે ફરી તે લગ્ન બાદ ઘર બનાવવા માટે કામે લાગી જશે.
ગુજરાતી સમાચારના માધ્યમ દ્વારા ખજૂર ભાઈએ એક સુંદર વાત કહી છે. તમે જોઈ શકશો કે ખજૂર ભાઈ કહે છે કે મેં મારી ઘરવાળીને પૂછ્યું કે આપણે ક્યાંય બહાર ફરવા જવું હોય તો તું મને કહેજે પરંતુ મારી પત્ની એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે કે તેને મને કહ્યું કે તમે પહેલા જે ઘર બાકી છે તે બનાવો અને ત્યારબાદ તમને સમય મળે તો આપણે ફરવા જઈશું.
ખજૂર ભાઈ કહે છે કે આ અન્ડરસ્ટેન્ડિંગ હોવી ખૂબ જ જરૂરી છે. લગ્નના કારણે આદીવાસી વિસ્તારમાં ઘણા ઘરો બનાવવાના હજી બાકી છે તેથી તે ઘરે બનાવીશું. ખરેખર ખજુર ભાઈ અને તેમના પત્ની એ સૌનું દિલ જીતી લીધું.