બાઈક કે સાઇકલ નહીં પણ ઝોમેટો બોય ઘોડો લઈને નીકળ્યો ફૂડ ડિલિવરી આપવા !! કારણ જાણી હોશ ઉડી જશે…જુઓ વિડીયો
આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે અવાર નવાર એવા ખુબજ હસાવી દેતા કોમેડી, તેમજ ચોંકાવી દેતા વિડ્યો જોતા હોવ છો અને ઘણા વિડીયોને પસંદ પણ ખુબજ કરતા રહેતા હોવ. તેવામાં હાલ એક ખુબજ આશ્ચર્ય કરી દેતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે વિડીયો જોઈ તમે પણ થોડા સમય માટે વિચારમાં પડી જશો. આવો તમને આ વાયરલ વિડીયો વિષે જણાવીએ.
તમને જણાવીએ તો આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomatoનો ડિલિવરી બોય ઘોડા પર બેસીને ખાવાનું પહોંચાડવા નીકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝોમેટો બેગ લઈને ઘોડા પર બેઠેલા એક વ્યક્તિને જોઈને રસ્તા પર જતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકોએ તેને સવાલો પણ કર્યા.
ડિલિવરી બોય 3 કલાક પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભો રહ્યો એક અહેવાલ અનુસાર, જ્યારે કેટલાક લોકોએ ડિલિવરી બોયને ઘોડા પર ભોજન પહોંચાડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે 3 કલાક પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો, પરંતુ પેટ્રોલ ન મળ્યું. તમને જણાવી દઈએ કે ટ્રક ડ્રાઈવરોની હડતાળને કારણે સોમવારે દેશભરમાં પેટ્રોલ સપ્લાય પ્રભાવિત થયો હતો. અન્ય શહેરોની જેમ હૈદરાબાદમાં પણ પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.
पेट्रोल पंपों पर लगी लंबी कतारों के कारण ज़ोमैटो Boy ने घोड़े पर बैठकर दिया ऑर्डर
Video:- hyderabad#TruckDriversProtest #PetrolDieselPrice #Hyderabad #Horse #Zomato #Driverstrike #Driverstrike #latest #Viral #petrolpump pic.twitter.com/tDp1484ZOO— Chetan Sharma (@Sharmachetan131) January 3, 2024
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.