નસવારીમાં બની ખુબ દુઃખદ ઘટના !! પૌત્રની ચિતા પણ નહોતી ઠરી ત્યાં જ દાદીનું પણ નિધન, દાદીના અંતિમ શબ્દો “હું તારી સેવા કરવા આવું…
“પ્રેમ” જયારે આ શબ્દ આપણા મગજમાં આવતો હોય છે તો સૌપ્રથમ આપણને યુવક-યુવતીના પ્રેમ વિશે જ વિચાર આવતો હોય છે પરંતુ ના મિત્રો પ્રેમની પરિભાષા ફક્ત એ નથી. પ્રેમ ભાઈ-બહેન, સંતાનો-માતાપિતા વચ્ચે પણ હોઈ શકે છે, મિત્રો મિત્રો વચ્ચે પણ અને દાદા પૌત્રો વચ્ચે પણ હોય છે જે આપણા સબંધોને અલગ તારવે છે. એવામાં નવસારી માંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે જેના વિશે જાણીને તમારા પણ હોશ જ ઉડી જશે.
તમને જણાવી દઈએ કે નવસારીના વિજલપોર નગરપાલિકા કોર્પોરેટર તથા પ્રુવ કાર્યકારી અધ્યક્ષ એવા સ્વહીન કાસુંદરા છેલ્લા અનેક સમયથી બીમાર હતા એવામાં સોમવારની સાંજે જ અશ્વિનભાઈનું નિધન થતા કાંસુદરા પરિવારની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે અશ્વિનભાઈના દાદી લક્ષ્મીબેનને આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થતા તેઓની આંખો માંથી આંસુ સરી પડયા હતા, લક્ષ્મીબેને જે અંતિમ શબ્દો બોલ્યા તે હાલ દરેક પરિવારજનોના કાનમાં ગુંજી રહ્યા છે.
પોતાના જુવાન જોધ પૌત્રની મૃત્યુ વિષે દાદી કેહવા લાગ્યા હતા કે “હું તારી સેવા કરવા આવું છું” આટલા શબ્દ બોલ્યા બાદ જ દાદીએ જીવ છોડી દીધો હતો, હજુ તો અશ્વિનભાઈના મૃત્યુને 24 કલાક પણ નહોતા થયા ત્યાં દાદી લક્ષ્મીબેને પણ જીવ છોડી દેતા પરિવાર પર વધુ એક મોટા દુઃખના વાદળો જાણે આફતની જેમ તૂટી પડયા હોય તેવી સ્થિતિ બની હતી.
જે બાદ અશ્વિનભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને દાદીને આ અંગેની ખબર આપવામાં આવતા તેઓ દુઃખમાં ગરકાવ થયા હતા, એવામાં પૌત્રના મૃત્યુનો સદમો સહન ન કરી શકતા દાદીનું પણ નિધન થયું હતું, દાદી લક્ષ્મીબેનનો અંતિમ સંસ્કાર મંગળવારને રોજ કરવામાં આવશે.આ પેહલો એવો બનાવ નથી આની પેહલા પણ આવા અનેક ચોંકાવનારા બનાવો સામે આવી ચૂકેલ છે જેમાં આવી જ રીતે કોઈ સ્નેહજન પોતાના સ્નેહીનો વિરહ સહન કરી શકતો હોતો નથી.