વડોદરામાં મુત્યુ પામનાર બાળકોનો દુર્ઘટના પહેલાનો વિડીયો આવ્યો સામે, વિડીયો જોઈને આંસુ સરી પડશે જુઓ….
વડોદરા શહેરનું હરણી તળાવ કુમળા ફૂલ જેવા બાળકોની આશ્રુ ધારાથી છલોછલ થઇ ગયું હશે કારણ કે એકી સાથે 12 બાળકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. આ દુઃખદ ઘટના અંગે જાણીએ તો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો ને પ્રવાસ અર્થે મોટનાથ તળાવની મુલાકાત કરી હતી. જે બાળકો તળાવનો આનંદ માણવા આવ્યા હતા એ જ તળાવ બાળક માટે કાળ બન્યો.
આ દુઃખદ ઘટના પહેલા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે કે આ ફૂલ જેવા બાળકોનો જીવ કઈ રીતે જોખમમાં મૂકી દીધો હશે. આ દુઃખદ બનાવનું કારણ એ હતું કે બોટની કેપિસિટી માત્ર 14 લોકોની જોવા છતાં પણ બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં હોવાથી તળાવનો રાઉન્ડ મારતી વખતે અચાનક જ બોટ પલટી મારી ગઇ હતી.
આ દુઃખદ ઘટનાને પગલે બોટમાં બેઠેલા તા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુઃખદ ઘટનાં પહેલાનો વિડીયો સામે આવ્યો છે, આ વિડિયોમાં જોઈ શકશો કે સૌ બાળકો બેઠા છે, અને સૌના ચહેરા પર પ્રવાસના આનંદની ખુશીઓ પણ છલકાઈ છે.
આ બાળકોને ક્યાં ખબર હતી કે, જે તળાવમાં તે આનંદ માણવા જઈ રહ્યા છે, તે તળાવ તેમને ભરખી જશે. આ દુઃખદ ઘટના પહેલા નો વિડીયો જોઈને આપણું હદય પણ દ્રવી ઉઠે કે કુમણા ફૂલ જેવા બાળકોએ બેદરકારીના ભોગે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. આપણે ઈશ્વરને પાર્થના કરીએ મૃતક બાળકોની આત્માને શાંતિ મળે.