પત્ની ના નિધન બાદ પોલીસ પતિએ પણ આપી દીધો જીવ, લગ્નના બે મહિનામાં બાદ થયું એવું……
લગ્નના બે મહિનામાં જ પત્નીના મોતનો પોલીસ કર્મચારીને ઘેરો આઘાત લાગ્યો હતો. પત્નીનો વિરહ સહન ન થતાં પોલીસ કર્માચારીએ પણ પોતાનો જીવ આપી દીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે પોલીસ કર્મચારીએ પત્નીના અંતિમ સંસ્કાર થયા હતા એ જ જગ્યાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ કિસ્સો સોશ્યલ મીડિયા હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આને સાચો પ્રેમ ગણાવી રહ્યા છે.
કહેવાય છે કે પતિ-પત્નીનો પ્રેમ સાત જન્મોનો હોય છે. ઘણા એવા કપલ પણ સામે આવે છે, જેમાં એકબીજાથી છૂટ્યા પડ્યા બાદ જીવીત રહી શકતા નથી. આવો જ એક મામલો છત્તીસગઢમાં સામે આવ્યો છે.
છતીસગઢના ટેકાપાર ગામમાં રહેતા મનીષ નેતામ નામના પોલીસ કર્મચારીના બે મહિના પહેલા હેમલતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્નના ટૂંક સમયમાં જ પતિ-પત્ની વચ્ચે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. ભગવાનને આ કપલની ખુશી મંજૂર નહોતી. અચાનક 17 દિવસ પહેલાં ઘરમાં લાગેલી ટાઈલ્સમાં પગ લપસી છતાં પત્ની હેમલતા નીચે ફસડાઈ હતી. જેણે બાદમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
પત્નીના નિધન બાદ પોલીસ કર્માચીર મનીષ નેતામ ખૂબ ઉદાસ રહેવા લાગ્યો હતો. લોકોના કહેવા મુજબ મનીષ સ્મશાન ઘાટ પર પત્નીના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં કલાકો સુધી બેસી ને રડતો રહેતો હતો.
સુસાઈડ નોટમાં પોલીસ કર્મચારી મનીષ નેતામે લખ્યું- ”ફક્ત બે મહિના જ અમારા લગ્નને થયા હતા. હું લતાને ભૂલી શકતો નથી. કેટલી મહેનતથી ઘરના બધા લોકોએ મળીને નવા ઘરને બનાવ્યું હતું. અને જલ્દીથી લગ્ન પણ કર્યા હતા. બધુ બરોબર ચાલી રહ્યું હતું. પણ ખબર નહીં ભગવાનને શું મંજૂર હતું. એટલા માટે હવે આ ઘરમાં રહેવાનું મને બિલકુલ મન નથી થતું.”
મનીષ નેતામે આગળ લખ્યું, ” છોટું પપ્પા અને દીદી લોકોને મને માફ કરવાનું કહી દેજે. જેમણે મને મારી પ્યારી લતાની જવાબદારી આપી, જેને હું નિભાવી શક્યો નહીં. આ ફોન લતાએ મને ગિફ્ટ કર્યો હતો અને મારી ઈચ્છા છે કે આ ફોન છોટું યુઝ કરે. મને ખબર છે તે ના પાડશે. પણ એને કહેજે કે આ વાત મેં કરી છે એટલે મારી વાત જરૂર માનશે.”