એક બાજુ પત્ની ની બેવફાઈ અને બીજી બાજુ વ્યાજખોરો નો ત્રાસ વડોદરા ના વેપારી એ સુસાઇડ નોટ માં જણાવી દાસ્તાન કહ્યું કે,
રોજબરોજ ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ અનેક સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક એવા એવા કિસ્સાઓ સામે આવે કે આપણે સાંભળીને દંગ રહી જતા હોઈએ છીએ. એવી જ એક આત્મહત્યની ઘટના બની હતી અને સવા વર્ષ બાદ એક 12 પેજની સુસાઇડ નોટ મૃતકે લખી હતી. જેનો એફ એસ રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે 12 પેજની સુસાઇડ નોટ મરનાર વ્યક્તિ કુલદીપ શર્માએ લખી હતી.
આ ઘટના વધુ વિગતે જાણીએ તો અમદાવાદમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના મટીરીયલ ના બિઝનેસ સાથે સંકળાયેલ કુલદીપ શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેના 12 પેજ ની સુસાઇડ નોટ લખી હતી અને હવે ખુલાસો થયો કે આ સુસાઇડ નોટ કુલદીપ એ પોતે જાતે જ લખી હતી. જેમાં તેને તેની પત્નીની બેવફા અને વ્યાજખોરોના આંતકથી આત્મહત્યા કરી લીધી હતી તેમ તેને જણાવ્યું હતું અને આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્ની ના નામે કન્સ્ટ્રક્શન કંપની ખોલેલી હતી તેના લેટરપેડ ઉપર જ આત્મહત્યાની સુસાઇડ નોટ લખી હતી.
આર કે એન્ટરપ્રાઇઝ જે તેની કંપનીનું નામ છે. જેમાંઆર એટલે રેખા કે જે તેની પત્ની છે તને કે એટલે કુલદીપ કુલદીપ શર્મા મૃતક પોતે તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેની પત્નીનું તેના બોયફ્રેન્ડ ગૌરવ સાથે ચક્કર ચાલી રહ્યું હતું. તેને કહ્યું કે લગ્ન પછી તે તેને પત્ની સાથે અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેના માતા-પિતા તેને ના પાડતા હતા છતાં પણ તેને પત્નીની વાત માની અમદાવાદ રહેવા આવી ગયો હતો અને તેની પત્ની જ્યારે ઓફિસે જતી હતી ત્યારે,,
ચોરી છુપીથી તેના બોયફ્રેન્ડ ગૌરવને મળવા જતી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતો અને તેની પત્નીની બેવફા થી કંટાળીને તેને આ પગલું ભર્યું. અને તેને વધુમાં જણાવ્યું હતું કે તેને બે વ્યક્તિઓને 22 લાખનો બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન મટીરીયલ 21 દિવસના ક્રેડિટ ઉપર આપ્યું હતું. પરંતુ 21 દિવસ જવા છતાં પણ તે લોકો તેને પૈસા આપતા ન આવતા આથી તેને પૈસાની જરૂર પડતાં ત્યારે કોઈ બીજેથી વ્યાજે પૈસા લીધા હતા.
અને તે અઠવાડિયા નો 10% વ્યાજ ચૂકવતો હતો. તે વ્યાજ ભરીને કંટાળી ગયો હતો અને તેને મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડતું હતું. આથી છેલ્લે તેને કઈનાસુજતા તેને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે તેને સુસાઇડ નોટમાં વધુ લખ્યું હતું કે તેને આત્મહત્યા કરવા મજબૂર કરનાર લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને આ સાથે તેને સુસાઇડ નોટમાં આઠ વ્યક્તિઓના નામ પણ લખ્યા હતા. આ બાબતે પોલીસે દુષ્પ્રેરણ નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!