આ તારીખે ગુજરાત થશે વરસાદી પાણી થી તરબતોળ ! અંબાલાલ પટેલે કરી છે ખાસ આગાહીઓ…
ગુજરાત માં વરસાદી માહોલ જામવા લાગ્યો છે. વરસાદ થી ગુજરાત વાસીઓ ને ગરમી થી ખુબ જ રાહત મળી રહી છે. ગુજરાત માં હજુ કેટલાક વિસ્તારો, તાલુકા અને ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. એવામાં હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મહત્વની આગાહીઓ. અંબાલાલ પટેલે વરસાદ ની આગાહી સાથે ખેડૂતો ને પણ સલાહ આપી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત માં આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત માં વાવણી લાયક વરસાદ થવાની આગામી દિવસો માં પુરી શક્યતાઓ છે. ગુજરાત માં આ વર્ષે વરસાદ સારો રહેશે તેમ પણ જણાવ્યું હતું. અંબાલાલ પટેલે ખેડૂતો ને આદ્રા નક્ષત્ર માં વાવણી કરવા જણાવ્યું હતું. વધુ માં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત ના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વગેરે માં આગામી 3-જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
આગામી 3 જુલાઈ થી 5 જુલાઈ સુધીમાં ગુજરાત માં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ છે. જેમાં 5-જુલાઈ થી ઉત્તર અને મધ્ય ગુજરાત માં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળે છે. આ વર્ષે ખેડૂતો અને ગુજરાત વાસીઓ માટે ચોમાસુ સારું રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. હાલ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ના વિસ્તારો માં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળે છે.
ધીમે ધીમે વરસાદી માહોલ જામતા ઉત્તર ના વિસ્તારો પણ પાણી થી તરબતોળ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે જણાવી હતી. હાલમાં ગુજરાત ના અમુક વિસ્તારો માં બફારા નું પ્રમાણ ખાસ જોવા મળે છે. અને અમુક વિસ્તારો માં વાવાઝોડા એ પણ જોર પકડેલ જોવા મળે છે. એવામાં હવામાન વિભાગ ની આગાહીઓ થી ગુજરાત ના લોકો માટે રાહત ના સમાચાર છે. જલ્દી થી ગુજરાત ના લોકો ને બફારા માંથી છુટકારો મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!