એક સમયે ટ્રાફિક સિગ્નલ પર કાર રોકી મુકેશ અંબાણી એ કર્યું હતું નીતા અંબાણી ને લગ્ન માટે પ્રપોઝ જ્યાં સુધી હા ના મળી ત્યાં સુધી,
ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે દેશ ની બહાર વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આલિશાન રીતે જીવન જીવી રહ્યો છે. મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ની વાત કરવામાં આવે તો નીતા અંબાણી ના લગ્ન જ્યારથી મુકેશ અંબાણી સાથે થયા છે ત્યારથી તેનું ભાગ્ય જ બદલાઈ ચૂક્યું છે.
લગ્ન પહેલા એક સ્કૂલમાં શિક્ષિકા નું કામ કરતા નીતા અંબાણી આજે દેશના પૈસાદાર મહિલા બની ચૂક્યા છે. મુકેશ અંબાણી અને તેની પત્નીના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો એ જમાનામાં મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ ઉપર કાર રોકીને તેની પત્ની નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું અને નીતા અંબાણીએ હા પણ પાડી હતી.
મુકેશ અંબાણીના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીએ તેના પુત્ર મુકેશ અંબાણી માટે નીતા અંબાણીને પસંદ કરી હતી અને પહેલી જ નજરમાં ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણી ને પસંદ કરી લીધા હતા અને તેને કહ્યું હતું કે આમના લગ્ન મુકેશ અંબાણી સાથે જ કરાવવાના છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ની લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો આ એ સમયની વાત છે. જ્યારે મુંબઈમાં પેડર રોડ અને સાંજે 7:30 વાગ્યાની આસપાસ મુકેશ અંબાણી અને નીતા કારમાં ક્યાંક જઈ રહ્યા હતા અને રસ્તા પર ભારે ટ્રાફિક હતો.
એ જ રોડ પર સિગ્નલની સામે કાર ઊભી રહી. કાર રોકીને મુકેશે બાજુમાં બેઠેલી નીતાને ફિલ્મી અંદાજમાં પૂછ્યું, “શું તું મારી સાથે લગ્ન કરીશ?” નીતા શરમાઈ જઈને મુકેશ અંબાણીને નીચા ચહેરા સાથે કાર ચલાવવા કહ્યું. જેના કારણે લાલથી લીલો રંગ બદલવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પરંતુ મુકેશે કાર ખસેડી ન હતી અને નીતાને કહ્યું હતું કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું કાર ચલાવીશ નહીં. ત્યારબાદ નીતા અંબાણી એ હા કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!