સમય નો ખેલ જુઓ ! એક સમયે લોકો આ વ્યક્તિ નો મજાક ઉડાવતા હતા પરંતુ આજે દુબઈ મા 22 ફ્લેટ નો માલીક અને કરોડો…
આ જગતમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની મરજીથી જીવી શકે છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે શૂન્યમાંથી સજર્ન કર્યું છે. આપણે ઘણા વ્યક્તિના જીવનની સફળતા વિશે જાણ્યું છે પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું જેમણે એક નજીવા કારણે બુર્જ ખલીફામાં એકી સાથે 22 ફ્લેટ લઈ લીધા અને આવું શા માટે કર્યું તે માટે આપણે એક નજર તેમના જીવન પર કરીશું. આ કહાની છે એક ખેડૂત પરિવાર જન્મેલ વ્યક્તિની કે જેણે પોતાના સપના સાકાર કરી બતાવ્યું.
જ્યોર્જ વી નેરિયાપારામ્બિલનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો પરંતુ તેમણે અથાગ પરિશ્રમથી જીવનમાં સફળતા હાંસિલ કરી છે. માત્ર 11 વર્ષની ઉમરે પિતાને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ જે ગામમાં રહેતા હતા ત્યાં મોટાભાગના ખેડૂતો કપાસનો વ્યવસાય કરતા હતા. જ્યારે કપાસના વેપારીઓ નકામા કપાસના બીજને ફેંકી દેતા હતા, ત્યારે જ્યોર્જ તે કપાસના બીજને સાફ કરીને ગમ બનાવતા હતા. સમય જતાં તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
કપાસના વ્યવસાય પછી, જ્યોર્જે થોડો સમય મિકેનિક તરીકે પણ કામ કર્યું. એ જ રીતે, તેમણે ઘણા નાના વ્યવસાયો કર્યા અને વર્ષ 1976 માં શારજાહ ગયા. જ્યારે તેઓ શારજાહ ગયા, ત્યારે તેમને લાગ્યું કે ત્યાંના ગરમ વાતાવરણમાં એર કન્ડીશનીંગનો વ્યવસાય સારો કરી શકે છે. બસ, પછી શું હતું, જ્યોર્જે સખત મહેનત કર્યા પછી પોતાની મહેનતના આધારે JEO ગ્રુપ ઓફ કંપનીઝનું સામ્રાજ્ય ઉભું કર્યું
બુર્જ ખલીફા બિલ્ડિંગમાં 22 ફ્લેટ ખરીદીને પોતાની ઓળખ બનાવી. જોકે સફળતા સુધી પહોંચવાની તેમની સફર ખૂબ સંઘર્ષપૂર્ણ હતી, ગરીબ હોવાને કારણે, તેમના સંબંધીઓ અને સમાજના લોકો દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. તમે વિચારતા હશો કે જ્યોર્જે આ બુર્જ ખલીફામાં આટલા બધા ફ્લેટ કેમ ખરીદ્યા હશે? તો ચાલો તમને જણાવીએ કે આટલા બધા ફ્લેટ ખરીદવા પાછળ એક રસપ્રદ ઘટના છે.
વાસ્તવમાં એવું બન્યું કે જ્યોર્જ અને તેના કેટલાક સંબંધીઓ આ 828 મીટર ઉંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ જોવા ગયા હતા. પછી તેના સંબંધીઓએ તેની મજાક ઉડાવી અને કહેવા લાગ્યા, “જુઓ આ બુર્જ ખલીફા છે. તમે આ બિલ્ડીંગમાં પણ પ્રવેશી શકતા નથી. જ્યોર્જને આ સાંભળીને ખૂબ જ અપમાન લાગ્યું, ભલે તે તે સમયે ગરીબ હતો, પરંતુ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તે આ મજાકને હકીકતમાં બદલશે. આ ઘટનાના 6 વર્ષ પછી જ જ્યોર્જે બુર્જ ખલીફામાં એક-બે નહીં, પરંતુ 22 ફ્લેટ ખરીદ્યા.એક સમય એવો હતો કે તે અંદર પ્રવેશી પણ નહોતા શકતા.
ટાઈમ્સના અહેવાલ મુજબ, જ્યોર્જ હવે ત્રિવેન્દ્રમને કાસરગોડથી જોડવા માટે એક નહેર પણ બનાવવા માંગે છે. આ કેનાલ કેટલાક ખાસ કારણોસર તૈયાર કરવામાં આવશે. તેમાંથી હાઈડ્રો-ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના પાણીની સાથે ખેતરોમાં સિંચાઈ અને મત્સ્યોદ્યોગ વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.