કરુણ સમય! એકતરફી પ્રેમીએ યુવતીનો લીધો જીવ આ વાતથી માતા પિતા છે અજાણ જયારે ભાઈની સાથે થયેલા અકસ્માત ને લઈને..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પ્રેમ ઘણો જરૂરી હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમએ શારીરિક નહિ પરંતુ આત્મીય સંબંધ છે. પ્રેમનું સાચું લક્ષણ જ ત્યાગ છે. પ્રેમ કરતા વ્યક્તિઓ ની ઈચ્છા એટલી જ હોઈ છે કે પોતે જેને પ્રેમ કરે છે તે ભલે સાથે રહે કે નરહે પરંતુ જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે. આમ પ્રેમમાં વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિ ની સુરક્ષા અને સુખાકારી વિશે વિચારતો હોઈ છે, પરંતુ આજના સમયમાં લોકો સાચા પ્રેમને સમજતા જ નથી. અને પ્રેમનો અસ્વીકાર થતા તેઓ એવા અમાનવીય કૃત્યુ કરે છે કે દરેક વ્યક્તિનો માનવતા પરથી વિશ્વાસ ઉડી જાય.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ સુરતમાં પણ એક આવોજ દુખદ બનાવ બન્યો હતો. કે જ્યાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો.
તેવામાં આ પાગલ પ્રેમી એક દિવસ ગ્રીષ્મા ના ઘરે આવી પહોચ્યો અને ગ્રીષ્મા ને હેરાન કરવા લાગ્યો જયારે આ બાબત નો વિરોધ ગ્રીષ્માના કાકા અને ભાઈએ કર્યો ત્યારે ફેનીલે તેમના પર ચાકુ વડે હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા. જેના કારણે ગ્રીષ્માની માતા બેભાન થઇ ગઈ ભાઈને અને કાકા ની ગંભીર હાલત જોઇને ગ્રીષ્મા બહાર દોડી આવી જે બાદ પંકજે તેને પણ બાથમાં લીધી અને તેનું ગળું કાપીને હત્યા કરી આ ગંભીર બનાવ પગલે રાજ્યના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પણ પીડિત પરિવાર ની મુલાકાત કરી અને યોગ્ય ન્યાય આપવાની વાત કરી.
જો કે હાલમાં ગ્રીષ્માની માતા કેજે બેભાન હતા તેમનેહોસ આવતા ગ્રીષ્મા ની સારવાર ચાલી રહી છે તેવું જણાવવામાં આવ્યું જયારે તેમના આફ્રિકા રહેતા પિતા પણ પુત્રીના મોત્તની વાતથી અજાણ છે, જણાવી દઈએ કે ગ્રીષ્મા ના પિતાના આફ્રિકાથી પરત આવ્યા બાદ ગ્રીષ્મા ની અંતિમ વિધિ કરવામાં આવશે. હાલમાં આ બનાવ ને લઈને સમગ્ર રાજમાં લોકોમાં ઘણો ગુસ્સો છે.
આરોપી વિરુદ્ધ કરવામાં આવેલી FIR અક્ષરશ મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે
આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું.
તેએપછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું,જેથી મારી બહેન અને અમેએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.