ગુજરાતે સર્જ્યો રેકોર્ડ! એકજ દિવસમાં ત્રણ લોકોના અંગદાનને કારણે માનવતા મહેકી દેશમાં પ્રથમ વખત..
મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા મળેલ આ મનુષ્ય સરીર ઘણું કીમતી છે કારણકે આપને સૌ જાણીએ છીએ કે હાલનો સમય ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો હોઈ પરંતુ આજના આ સમયમાં પણ વૈજ્ઞાનિકો માનવ શરીરના અમુક ભાગ બનાવી શક્યા નથી. તેવામાં જો આવા કોઈ પણ શારીરિક ભાગ ખરાબ થાય તેવામાં વ્યક્તિએ અન્ય પર આધાર રાખવો પડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો પ્રેમાળ અને લાગણીશીલ છે તેવામાં વ્યક્તિ જીવતા સમયેતો જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે સાથો સાથ માર્યા પછી પણ લોકોની મદદ કરીને અમર થઇ જાય છે. વ્યક્તિના મૃત્યુ બાદ પારિવારિક સંમતિ બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના અમુક ભાગને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે કે જેથી આવા લોકો પોતાના જીવનને સારી રીતે જીવી શકે.
જોકે અત્યાર સુધી લોકો અંગદાન ને માટે રાજી નહતા પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકોમાં અંગદાનને લઈને ઘણી જાગૃક્તા વધી છે માટે હાલમાં મોટા પાયા પર લોકો અંગદાનને મહત્વ આપે છે. હાલમાં અમદાવાદ શહેરથી અંગદાનને લઈને આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જેના કારણે સમાજને નવી દિશા મળશે.
જણાવી દઈએ કે અમદાવાદ ની સિવિલ હોસ્પીટલમાં એકજ દિવસમાં ત્રણ વ્યક્તિઓ ના અંગદાન મળ્યા છે. જેના કારણે નવો રેકોર્ડ સર્જાયો છે, આમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ એક માત્ર સરકારી હોસ્પિટલ બની છે કે જ્યાં એક સાથે ત્રણ લોકોના અંગ દાન મળ્યા હોઈ. આ ત્રણેય વ્યક્તિના અંગદાન થી ૬ કીડની અને ૩ લીવર મળ્યા છે, જેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવ્યા છે.
જો વાત અંગદાન કરનાર લોકો અંગે કરીએ તો ભાવિન ભાઈ પરમાર કે જેઓ ૧૯ વર્ષના હતા અને મહેમદાબાદ ના રહેવાસી હતા. તેમની પાસેથી બે કીડની અને લીવર નું દાન મળ્યું, આ ઉપરાંત જ્યોત્શના બેન પારેખ કે જેઓ અહી સારવાર કરાવી રહ્યા હતા, તેઓ બ્રેન ડેડ જાહેર થતા પરિવાર તરફથી ને કીડની અને લીવરના દાન અંગે સંમતી મળી હતી. જણાવી દઈએ કે તેઓ ગાંધીનગર ના રહેવાસી હતા. જયારે વિરમગામ ના રહેવાસી ભાવના બહેન પાસેથી બંને કીડની અને લીવર નું દાન મળ્યું.
આ ઉપરાંત જો વાત છેલ્લા થોડા સમયથી મળેલા અંગદાન અંગે કરીએ તો જણાવી દઈએ કે સિવિલમાં છેલ્લા આશરે ૧૪ મહિનામાં જ ૩૯ લોકોએ અંગદાન કર્યા છે, જેનાથકી ૧૧૯ અંગદાન મળ્યા છે. જેમાં ૩૩ લીવર, ૫૯ કીડની અને ૫ સ્વાદુપિંડ, ૬ હદય ઉપરાંત ૪ જોડ હાથ અને ૬ જોડ ફેફસા મળ્યા છે. જેનાથી ૧૦૩ લોકોને નવું જીવન મળ્યું છે.