‘જોધાબાઈ’ નું પાત્ર ભજવનાર ‘પરિધિ શર્મા’ એ તેના ફેન્સ ને આપ્યો હતો મોટો ઝટકો ! ત્યારબાદ તેનું કેરિયર…
ટીવી સિરિયલ માં અભિનય કરનાર ઘણી અભિનેત્રી એવી છે કે, તે તેની કલાકારી અને એક્ટિંગ ના લીધે આજે ભારત ના દરેક ઘરો માં લોકો ની પ્રિય છે. જે અભિનેત્રી ટીવી સિરિયલો માં ખુબ જ સુંદર અભિનય કરીને લોકો નું દિલ જીતી લીધું હતું તેવી કેટલીય અભિનેત્રી આજે એવું જીવન જીવે છે કે, જાણી ને તમને પણ શોક લાગશે. એવી જ એક અભિનેત્રી છે, પરિધિ શર્મા. પરિધિ શર્મા તેના અભિનય ના લીધે ભારત ના દરેક ઘરો માં ખુબ જ પ્રિય હતી.
પરિધિ શર્મા નો અભિનય ” જોધા અકબર” સિરિયલ માં જોધાબાઈ ના પાત્ર માં જોવા મળતો હતો. તેના અભીનયે લોકો ના દિલ જીતી લીધા હતા. પરિધિ શર્મા જોધાબાઈ નું પાત્ર સિરિયલ માં ભજવીને ખુબ જ મશહૂર થઇ ચુકી હતી. જોધા અકબર ટીવી સિરિયલ ની વાત કરી એ તો આ સિરિયલ વર્ષ 2013 માં એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં પરિધિ શર્મા જોધાબાઈ નું પાત્ર ભજવતી હતી. પણ આજે પરિધિ શર્મા ના જીવન ની વાત કરી એ તો તે ખુબ જ અલગ રીતે જીવન વ્યતીત કરતી જોવા મળે છે.
પરિધિ શર્મા નો જન્મ 15-મેં 1987 માં મદયપ્રદેશ ના ઇન્દોર માં થયો હતો. જે આજે 35 વર્ષ ની થઇ ચુકી છે. પરિધિ શર્મા એ 21-22 વર્ષ ની ઉમર માં જ લગ્ન કરી લીધા હતા. તેના પતિ નું નામ તન્મય સક્સેના છે. જે મોટા બિઝનેસમેન છે. ટીવી સિરિયલો માં કામ કરતા પહેલા પરિધિ શર્મા ના લગ્ન થઇ ચુક્યા છે. આ વાત પરિધિ શર્મા એ બધા લોકો થી છુપાવીને રાખી હતી. જયારે લોકો ને ખબર પડી કે પરિધિ શર્મા ના લગ્ન થઇ ચુક્યા છે. ત્યારે લોકો ને મોટો આંચકો લાગ્યો હતો. પરિધિ શર્મા ને એક પુત્ર પણ છે. જેનું નામ રિધર્વ છે.
પરિધિ શર્મા એ તેના કેરિયર ની શરૂઆત 2010 માં ટીવી સીરીયલ ”તેરે મેરે સપને” થી કરી હતી. ત્યારબાદ તેણે 2011 માં ટીવી સિરિયલ ”રુક જાના નહિ” માં જોવા મળી હતી. ત્યારબાદ થોડા સમય માટે તેણે બ્રેક લીધો હતો. ત્યારબાદ વર્ષ 2018 માં સોની ચેનલ પર આવતી સિરિયલ ” પટિયાલા બેબ્સ” માં અભિનય કર્યો હતો. પરંતુ, તે ખાસ તેમાં સફળ થઇ ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!