ભાવ વધારો ! પેટ્રોલ અને ડીઝલ ના ભાવ આસમાને પહોચ્યા સામાન્ય વ્યક્તિ ની ચિંતા વધારે તેવા સમાચાર રાજ્યમાં ભાવનગર પ્રથમ….
મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશ માં મોંઘવારીએ માઝા મૂકી છે દેશવાસીઓ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ તો કોરોના બાદ જ્યાં એક બાજુ લોકોની આવકમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ મોંઘવારી પોતાના તમામ રેકોર્ડ તોડતી રહી છે.
જીવન જરૂરી તેવા ગેસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ સહિત અનેક વસ્તુઓના ભાવ આસમાન આંબી રહ્યા છે આવા સમયે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય આવક ધરાવતા લોકોને પોતાનું જીવન કઈ રીતે વિતાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે હાલ જ્યાં મોંઘવારીથી લોકો ના હાલ ખરાબ છે તેવામાં સામાન્ય વ્યક્તિ ની ચિંતા વધારે તેવા સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલમાં હજી પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો નોંધાયો છે તેવામાં ફરી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે. જેને કારણે રાજ્યનાં ઘણા શહેરોમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત રૂપિયા 100 ને પાર પહોંચી ગઈ છે. જો વાત ભાવનગર અંગે કરીએ તો અહીં સૌથી વધુ ભાવ નોંધાયો છે અહીં પેટ્રોલ અને ડીઝલ રૂપિયા 105ને પાર પહોંચી ગયા છે.
જો વાત અલગ અલગ શહેર વિશે કરીએ તો અહીં પેટ્રોલ અને ડીઝલ ના ભાવો આ પ્રમાણે છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.52 રૂપિયા છે, જયારે ડીઝલ 103.02 રુપિયએ પહોંચી ગયો છે. જો વાત રાજકોટ ની કરીએ તો અહીં પેટ્રોલ 103.21 રૂપિયા જયારે ડીઝલનો ભાવ 102.73 રૂપિયાએ પહોચિયો છે. જ્યારે ભુજમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો અનુક્ર્મે 103.54 રૂપિયા અને 102.99 રૂપિયાએ પહોંચી ગયા છે.
જયારે વડોદરામાં પેટ્રોલનો 103.04 અને ડીઝલનો ભાવ 102.53 છે. જો વાત સુરત અંગે કરીએ તો અહીં પેટ્રોલ 103.36 રૂપિયા અને ડીઝલનો ભાવ 102.99 રૂપિયાએ પહોચ્યો છે.
જો વાત ભાવ વધારા અંગે કરીએ તો છેલ્લાં એક મહિનામાં પેટ્રોલમાં 7 રૂપિયા અને ડીઝલમાં 5.70 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જયારે 18 અને 19 ઓક્ટોબરનાં રોજ ભાવમાં વધારો નોન્ધાયો ન હોતો. પરંતુ તેની પહેલાં સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલમાં 35 પૈસાનો વધારો જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગતો વેટનો દર અલગ અલગ હોય છે. જેને કારણે બધા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જુદા જુદા હોઈ છે.