IndiaNational

રમખાણ સમયે પોતાના જીવને જોખમમાં મૂકી આગમાં કુદી ગયા આ પોલીસકર્મી અને બચાવ્યો બાળકનો જીવ પરંતુ માતા….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક દેશ માટે પોલીસ તંત્ર ઘણું જરૂરી છે દેશમાં જયારે કોઈ પણ જગ્યાએ કાયદા વ્યસ્થા બગડે કે પછી હિંસા સર્જાય ત્યારે પોલીસ તંત્ર જ લોકોની મદદ આવે છે અને સમાજને સુરક્ષા આપીને આરોપી ને પકડવાનું કામ પોલીસ તંત્ર જ કરે છે આવા સમયે જાબાઝ પોલીસ કર્મીઓ ના જુસ્સાના દર્શન થાય છે કેજે પોતાના જીવ ને જોખમમાં મુકતા પણ ખચકાતા નથી અને લોકોની મદદ માં હમેશા તૈયાર રહે છે આપણે અહી આવાજ એક જાબાઝ ઓફિસર વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ એટલે કે શનિવાર ના દિવસે હિંદુ રીતી મુજબ નવા વર્ષની શરૂઆત થઇ આ સમયે અનેક જગ્યાએ નવા વર્ષને લઈને ખુશીઓ ની ઉજવણી કરવામાં આવી. જે પૈકી અમુક જગ્યાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવીજ રેલી રાજસ્થના ના કૌરોલી જીલ્લામાં પણ થયું હતું પરંતુ ત્યાં હાજર વિધારીમી લોકોને આ રેલી પસંદ આવી નહિ અને તેમણે રેલી પર પથ્થર વર્ષાવાવાના શરુ કર્યા અને રેલી પર હુમલો કર્યો જે બાદ હિંસક જડપ જોવા મળી.

ઉગ્ર બનેલી ભીડે પથ્થર મારા બાદ આગ લગાવતા સ્થિતિ વધુ બગડી જેમાં અનેક લોકો ઘાયલ થયા હાલમાં આ વિસ્તાર માં ધરા ૧૪૪ લગાવવામાં આવી છે અને જીવન જરૂરી અમુક વસ્તુઓ માટે જ છૂટ આપવામાં આવી છે અને હવે સ્થિતિ ફરી સામાન્ય થઇ રહી છે તેવામાં એક ફોટો સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં એક પોલીસ અધિકારી આગની વચ્ચેથી હાથમાં એક બાળક ને લઈને બહાર નીકળી રહ્યો જોવા મળે છે.

જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલ ફોટો કોન્સ્ટેબલ નેત્રેશ શર્માનો છે. જો વાત ફોટા પાછળ ની વાત અંગે કરીએ તો જયારે આ હિંસક ઘટના શરુ થઇ ત્યારે બે મહિલા ત્યાં ફસાઈ ગઈ હતી જે બાદ તેઓ બચવા માટે પાસેના ઘરમાં ગયા હતા પરંતુ તે ઘરમાં પણ આ ભીડે આગ લગાવી જે બાદ મહિલા પસે રહેલ બાળક ડરી ગયું અને રડવા લાગ્યું. આ જયારે અવાજ કોન્સ્ટેબલ નેત્રેશે સંભાળ્યો કે તરત જ આગથી સળગતા ઘરમાં ગયા અને બાળક ને ગળે લગાવી બહાર તરફ દોડ્યા.

આ સાથે તેમની પાછળ તે બંને મહિલાઓ પણ દોડી આમ તેમણે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવ્યો હાલમાં દરેક જગ્યાએ કોન્સ્ટેબલ નેત્રેસ ના વખાણ થઇ રહ્યા છે ઉપરાંત સંપ્રદાયક શાંતિ સ્થાપવાની વાતો પણ કરવામાં આવી રહી છે ઘટના ને લઈને રાજસ્થાન પોલીસે પણ ટવીટ કરી જાબાઝ ઓફિસર નો હોસલો વધર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *