IndiaNational

લગ્નના થોડા સમય પહેલાજ જવાન મૃત્યુ પામ્યો! હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા થયું એવું કે જવાનને જીવ ગુમાવ્યો પડ્યો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર કુદરતની અણમોલ રચના છે કુદરત દ્વારા મળેલું શરીર આપણા માટે ભેટ સમાન છે માટે તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા કરતા પહેલા સો વખત વિચારજો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય ટેકનોલોજીનો સમય છે વિજ્ઞાન ની અધતન શોધને લીધે લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે પરંતુ ઘણીવાર વિજ્ઞાનની આવી જશો બેદરકારીને લઇને અભિશાપ પણ બની જાય છે આપણે અહીં એક એવા જ કિસ્સા વિશે વાત કરશું.

આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ આંતરિક રીતે શારો અને સુંદર હોવો જોઈએ પરંતુ હાલના સમયમાં લોકો આંતરિક રીતે સુંદર થવા ની બદલી શરીરના બાહ્ય દેખાવને લઈને ઘણા જ ચિંતિત રહે છે જેના કારણે શરીરને સુંદર બનાવવા તેઓ ઘણી વખત શસ્ત્રક્રિયા નો પણ ઉપયોગ કરતા હોય છે આવી શસ્ત્રક્રિયા વ્યક્તિ માટે જોખમરૂપ પણ સાબિત થાય છે આપણે અહીં આવા જ બનાવ વિશે વાત કરીશું કે જ્યાં એક જવાન હેર ટ્રાન્સપ્લાન્ટ ના ૨૪ કલાકની અંદર મૃત્યુ પામી ખરેખર આ ઘટનાથી જ દુઃખદ છે જેની વિગતો આ પ્રમાણે છે

જણાવી દઈએ કે આ ઘટના પટનાની કે જ્યાં એક જવાનનૂ મૃત્યુ થયું છે મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા જવાનનુ નામ મનોરંજન પાસવાન છે તેઓ બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ કાર્યરત હતા. જણાવી દઈએ કે મનોરંજન પાસવાન ના ભાઈ ગૌતમ કુમાર ના જણાવ્યા અનુસાર 11 મેના રોજ મનોરંજન પાસવાન ના લગ્ન હતા. લગ્નને દરેક પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી હતી. કંકોત્રી પણ છપાવવા આપી દીધી હતી.

પરંતુ મનોરંજન પાસવાન ના આગળના વાળ ખરી ગયા હતા, તેથી લગ્ન પહેલાં તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે પટનાના બોરિંગ રોડ સ્થિત હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન કેર સેન્ટર નો સંપર્ક કર્યો અને સારવાર શરૂ કરી. ગૌતમ કુમાર ના જણાવ્યા અનુસાર આ હેર ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ રૂપિયા 51,000 હતો જેને લઈને પહેલા મનોરનજને ડાઉનપેમેન્ટના 11,767 રુપિયા આપી બાકીના પૈસા 4000 રૂપિયા EMIમાં ચૂકવવાના નક્કી કર્યું.

જે બાદ 9 માર્ચે તેનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું પરંતુ અચાનક તેજ દિવસે મનોરંજન ના માથામાં અને છાતિ માં તકલીફ અને દુખાવો થવા લાગ્યો જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવામા આવ્યા, જ્યાં તેમને મૃત ઘોસિત્ કરવામાં આવ્યા. ઘટના અંગે જાણ થતાં સ્કિન કેર સેન્ટરના માલિક ફરાર થઈ ગયો છે. જ્યારે મનોરંજન ના પરિવાર તરફ થી ન્યાય ની માંગણી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *