Entertainment

પ્રવીણ કુમાર સોબતી(મહાભારત ભીમ) ની સંપત્તિને લઈને મોટો ખુલાસો ! અધધ આટલી સંપત્તિના મલિક હોવા છતાં પણ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટેલિવિઝન અને ફિલ્મ જગત આપણને ઘણું મનોરંજન આપે છે. આપણે સૌ જીવનમાં મનોરંજનના મહત્વને જાણીએ છીએ. આપણે જો કે આવા ફિલ્મ કે ટેલિવિઝન જગતમાં ટકી રહેવું અને તેમાં પોતાનું નામ કમાવવું ઘણી અઘરી બાબત છે. આપણે ઘણા એવા કલાકારો જોયા છે કે જેમણે પોતાના લક બોલીવુડમાં આજમાવ્યાં છે, જો કે આવા કલાકારો પૈકી અમુક કલાકારોને લોકો ઓળખતા પણ નથી.

જયારે માત્ર થોડા જ કલાકારો એવા છે કે જેમણે લોકોના દિલમાં પોતાનું આગવું સ્થના બનાવ્યું અને લોકોમાં વર્ષો સુધી પોતાની લોક પ્રિયતા જાળવી રાખી. આપણે અહીં એક આવા જ કલાકાર અંગે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ ” મહાભારત ” સિરિયલ વિશે જાણીએ જ છીએ વર્ષી જૂની આ સિરિયલ અને તેમના કલાકારો આજે પણ લોકોને ઘણા પસંદ છે. આ સિરિયલે લોકોને મનોરંજન આપવાની સાથો સાથ જ્ઞાન આપવાનું પણ કામ કર્યું હતું.

જો કે હાલમાં પણ લોકો આ સીરિયાલ ને યાદ કરે છે. શો ના દરેક પાત્ર જાણે અમર થઇ ગયા હોઈ તેમ તેમણે લોકોના માનસ પટલ પર પોતાની છાપ છોડી છે, પરંતુ કહેવાય છે કે જન્મ લેનાર વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. તેવી જ રીતે આ શોના એક કલાકાર અને દિગ્ગ્જ અભિનેતા પ્રવીણ કુમાર સોબતી હવે આપણી વચ્ચે રહ્યા નથી. જણાવી દઈએ કે તેમણે મહાભારત સિરિયલ માં ભીમ નું પાત્ર ભજવીને આ પાત્ર ને યાદગાર બનાવ્યું હતું.

જાણવી દઈએ કે પ્રવીણ કુમાર એક સારા અભિનેતા ની સાથે સારા ખેલાડી પણ હતા તેમણે દેશ માટે એશિયન ગેમ્સમાં 4 મેડલ જીત્યા છે જયારે ઓલમ્પિક માં પણ તેમણે દેશનું પ્રતિનિધત્વ કર્યું હતું. જણાવી દઈએ કે તેઓ સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા અને એક્ટીંગ તરફ રુચિ જાગતા આ ક્ષેત્ર તરફ આવ્યા અને પોતાની મહેનત થી નામ બનાવ્યું. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પ્રવીણ કુમારએ ઘણી ફિલ્મ અને સીરિયલમાં કામ કરેલ છે, અને ઘણા પ્રોજેક્ટમાં પ્રોડ્યૂશર પણ તેઓ હતા.

જો કે પ્રવીણ કુમાર ના પરિવાર ના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી હૃદય માં ઇન્ફેક્શન અને ગોઠણની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા તેવામાં 74 વર્ષની ઉંમરે હાર્ટ અટેક ના કારણે તેમનું અવશાન થતા કલા જગતને ઘણી મોટી ખોટ પડી જો કે છેલ્લા ઘણા સમયથી પ્રવીણ કુમાર પોતાની નબળી આર્થિક સ્થિતિ ને લઈને ચર્ચામાં હતા.

જો કે આ બાબતને લઈને તેમણે એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે આ તમામ બાબત માત્ર અફવા છે. મારી પાસે પૂરતી સંપત્તિ છે. અને મેંકયારે પણ કોઈ પાસે પૈસા ની માંગણી કરી નથી. જો વાત પ્રવીણ કુમાર ની સંપત્તિ અંગે કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેમની પાસે 35 કરોડ ની સંપત્તિ હતી. જણાવી દઈએ કે પ્રવીણ કુમાર ને બે સંતાનો છે જે પૈકી તેમનો પુત્ર જેટ એરવેજ માં છે જયારે તેમની પુત્રી ફિલ્મ જગત સાથે જોડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *