બોટ દુર્ઘટનામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ આર્થિક સહાયની કરી જાહેરાત…
વડોદરામાં બનેલ દુર્ઘટનાના પડઘા ભારતભરમાં ફેલાયા છે, આ દુઃખદ ઘટનાના 12 બાળકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે તેમજ પરિવારજનોને આર્થિક સહાય જાહેર કરેલ છે.ચાલો અમે આપને જણાવીએ કે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેટલી આર્થિક સહાય જાહેર કરેલ.
આ દુઃખદ ઘટના અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી મારવાથી થયેલા જાનહાનિથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50, હજારની સહાય મળશે.
આ દુઃખદ ઘટનાને પગલે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈએ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું અને આ દુઃખદ ઘટના પગેલે રૂબરૂ મૃતકના અને ઈજાગ્રસ્ત બાળકોના પરિવારજનોના ખબર અંતર પૂછ્યા તેમજ તેમણે પણ આ દુઃખદ ઘટના અંગે જણાવેલુ કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.