India

આવનાર 24 કલાકમા આટલા રાજ્યોમાં કમોશમી વરસાદ જોર પકડશે જે બાદ ઠંડી પોતાનો તાંડવ બતાવશે જાણો રાજ્યો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. તેવામાં જ્યાં કડકડતી ઠંડી લોકો ને થિજાવી રહી છે. ત્યાં બીજી બાજુ કમોશમી વરસાદે પણ લોકોને હેરાન કર્યા છે. મિત્રો આ વખત ની વરસાદી ઋતુ આખા દેશ માટે ઘણી ફાયદા કારક રહી છે. તેવામા ઘણા એવા પણ વિસ્તારો હતા કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી.

તેવામાં જ્યાં એક બાજુ ઠંડીએ લોકો ને હાલત ઠંડી કરી છે તેવામાં બીજી બાજુ વરસાદે લોકો ને ભીંજવી દીધા છે. તેવામાં હવામાન વિભાગે કરેલ આગાહી લોકો ની ચિંતા વધારે તેવી છે. જણાવો દઈએ કે હવામાન વિભાગે કમોસમી વરસાદ અને ઠંડી ને લઈને મોટી આગાહી કરી છે.

મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો માં વરસાદી વાદળો જોવા મળ્યા છે. વરસાદી વાદળો ના કારણે અહીંના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. જણાવી દઈએ કે હવામાનનો આ ફેરફાર હરિયાણા પર જોવા મળેલ સર્ક્યુલેશનન કારણે છે. આ સર્ક્યુલેશન હરિયાણાથી લઈને મધ્ય પ્રદેશ સુધી વિસ્તરી રહી છે.

આ ઉપરાંત કર્ણાટકથી મહારાષ્ટ્ર વચ્ચે પણ એક ચાટ યથાવત છે. જણાવી દઈએ કે હાલમાં બીજું એક સર્ક્યુલેશન, બંગાળની ખાડી પર પણ જોવા મળ્યું હતું. આ ફેરફાર ની અસર દેશના વિવિધ ભાગો પર પણ જોવા મળી છે.

જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાતાવરણ માં થયેલા ફેરફાર ના કારણે હાલ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વરસાદનુ જોર ઘટ્યું છે. જેના કારણે પંજાબ અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો માં આજે વાતાવરણ સારું રહ્યું હતું. જણાવી દઈએ કે આવનાર સમય માં અને ખાસતો 11 જાન્યુઆરી ના રોજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

જો કે આવા સમયે મેદાની વિસ્તારો જેવાકે પંજાબ અને હરિયાણા, દિલ્હી ઉપરાંત પશ્ચિમ યુપી અને રાજસ્થાનના ઘણા વિસ્તારો માં વાતાવરણ સ્વચ્છ રહેશે. જો વાત પંજાબ અંગે કરીએ તો જણાવી દઈએ કે અહીંના અમૃતસર અને લુધિયાણા ઉપરાંત પટિયાલા, બરનાલા અને ફરીદકોટ, ભટિંડાથી માંડીને કરનાલ સાથો સાથ જીંદ, કૈથલ, અંબાલા અને સિરસા, હિસાર ઉપરાંત ભિવાની વિસ્તારો માં હવામાન વરસાદ પછી સારું રહેશે.

જ્યારે વાત હરિયાણાના અંગે કરીએ તો અહીંના સોનીપત અને પાણીપત ઉપરાંત ફરીદાબાદ, ગુરુગ્રામ સાથો સાથ દિલ્હી, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ જેવા ઘણા વિસ્તારો માં વરસાદ પડવાની સંભાવના છે. જે બાદ વાતાવરણ સારું રહેશે.

આ ઉપરાંત જો વાત રાજસ્થાન અંગે કરીએ તો અહીંના અલવર અને ભરતપુર સાથો સાથ ઝુંઝુનુ, અજમેર અને ઉદયપુર, કોટા ઉપરાંત માઉન્ટ આબુ, જેસલમેર, જયપુર માં પણ વાતાવરણ સ્વચ્છ રહેશે. જો કે આ સમયે ઠંડા પવનો ફુકાઇ શકે છે.

જો વાત દેશના અન્ય ભાગો અંગે કરીએ તો જણાવી દઈએ કે પૂર્વીય રાજ્યો અને જેમ મધ્ય ભારતમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. જો કે આવા સેમયે દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશમાં થોડા વરસાદી વાદળો જોવા મળશે. જેના કારણે મધ્યપ્રદેશમાં અમુક વિસ્તારો માં ભારે વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે છત્તીસગઢમાં પણ વરસાદ અને કરા પડી શકે છે.

જણાવી દઈએ કે વાતાવરણ માં આવેલ આ ફેરફાર ની અસર ગુજરાત માં પણ જોવા મળશે જણાવી દઈએ કે ગુજરાત માં ઉત્તર દિશાના પવનો ફુકસે જેના કારણે ઠંડીમાં વધારો થશે. મહારાષ્ટ્રમા પણ અમુક વિસ્તારો માં વરસાદની સંભાવના છે. ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કર્ણાટકના આંતરિક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *