આ દિવસથી તાપમાનમાં ધરખમ વધારો થતાં ગરમી પડશે જ્યારે કમોસમી વરસાદ પણ જોવા મળશે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશમાં શિયાળા ની ઋતુ ચાલી રહી છે તેવામાં આ સમયગાળા માં લોકો ને જ્યાં એક તરફ ઠંડી થિજવિ રહી છે તો બીજી તરફ કમોસ્મિ વરસાદે પણ ઠંડીમાં લોકો ને ઘણા ભિન્નજાવ્યા છે. કમોસ્મિ વરસાદે ખાસ તો ખેડૂતો ને ઘણું નુકશાન થયું છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જે પ્રક્રારે ઠંડી પડી રહી છે તેના કારણે ઠંડીએ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. જો કે આજ વખતે શિયાળા પહેલા આવેલા મુશળધાર વરસાદે પણ દેશ પરથી જળ સંકટ દૂર કર્યો છે. હાલમાં જેવી રીતે શિયાળા અને ચોમાસાએ પોતાના જૂના રેકોર્ડ તોડ્યા છે. તેની જેમજ હવે લોકોને આકરી ગરમી નો પણ સામનો કરવાનો છે. તો તૈયાર થઈ જાય ગરમીમાં પરસેવો પાડવા હવામાન વિભાગ ની મોટી આગાહી.
હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 24મી ફેબ્રુઆરીથી તાપમાન માં ધરખમ વધારો નોંધાવાનો છે અને 2 માર્ચ સુધીમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઇ જશે. આવનાર સમય માં સૂરજ પોતાની સંપૂર્ણ કળાએ આવશે જેના કારણે મે-જૂનમાં ખૂબ ગરમી પડશે.
જો કે ગરમી ના આ સમય માં પણ કમોસ્મિ વરસાદ લોકો નો પિછો છોડવાનો નથી. જણાવી દઈએ કે હવામાન વિભાગે ફેબ્રુઆરી માસના અંતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી બે સપ્તાહ દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાત આવવાની કોઈ સંભાવના નથી.
પરંતુ જણાવી દઈએ કે 19 અને 20 ફેબ્રુઆરીના સમયગાળા માં હરિયાણા અને ચંદીગઢ ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશ ના અમુક વિસ્તારોમાં જોરદાર પવન ફુન્કાઇ તેવી પણ સંભાવના છે. જ્યારે આજ સમયગાળા માં ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. આવા વિસ્તારોમાં કેરળ અને હિમાલય ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દક્ષિણ તમિલનાડુ સાથો સાથ લક્ષદ્વીપ અને તેલંગાણાના ઘણા વિસ્તારો નો સમાવેશ થાય છે.