Gujarat

ગુજરાતમાં વરસાદના એંધાણ: અંબાલાલ પટેલે બાદ હવે પરેશ ગૌસ્વામીએ પણ કરી વરસાદ અંગે મોટી આગાહી, કહ્યું આ તારીખથી તૂટી પડશે….

Spread the love

હાલમાં ચારોતરફ વરસાદની આગમનની રાહ જોવા રહી છે. હાલમાં હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 25 સપ્ટેમ્બરથી રાજ્યના અનેક ક્ષેત્રમાં વરસાદ થશે. હવે હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યારથી વરસાદ થશે.
બંગાળની ખાડીમા એક લોપ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસશે. 11 થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે જેના કારણે વરસાદ વરસશે.

લો પ્રેશરના કારણે ખૂબ સારા વરસાદની શક્યતા છે. 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમા સારા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જો કે અમદાવાદ શહેરમાં હજુ 21 ટકા વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 71 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ વરસયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 136 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 110 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *