સૂરતમાં યુવતિના હત્યાકાંડમા રાજભા ગઢવીએ તમાશો જોતાં લોકો પર થયા ગુસ્સે અને કહી ઘણી મોટી વાત..
રાજ્યમાં હાલમાં કાયદા વ્યવસ્થા કથળી હોઈ તેવું લાગે છે. જંગલ રાજની જેમ અનેક લોકો જાહેરમાં હ્થયાર લઈને ઘૂમે છે. અને લોકોના જીવ લેતા પણ જરાય ખચકાતા નથી. તેવામાં જ્યાં એક તરફ રાજ્યમાં મૌલાના ના ભડાકાઉ ભાસણ ને લઈને બે વિધર્મિ લોકો દ્વારા કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી હતી.
આ બનાવના દુઃખ માંથી જ્યાં એક તરફ રાજ્ય નીકળ્યું પણ ન હતું તેવામાં ફરી એક વખત સુરતમાં આવો જ હત્યા નો મામલો સામે આવ્યો છે કે જ્યાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો.
પરિવાર દ્વારા સમજાવતા રોષે ભરાયેલા ફેનિલે પ્રથમ ગ્રીષ્મા ના ભાઈ અને કાકા પર હુમલ્યો કર્યો બાદ માં ગ્રીષ્મા ને બાથમાં લઈને જાહેરમાં પરિવાર ની સામે જ ગ્રીષ્મા નું ગળું કાપીને તેની હત્યા કરી. આ ઘટના માં સૌથી કરુણ એ બાબત હતી કે હત્યા સમયે અનેક લોકો આસ પાસ હજાર હતા અને લોકો ગ્રીષ્મા ને બચાવવા ને બદલે ફક્ત વિડીયો બનાવતા હતા.
હાલમાં આવા લોકો ને લઈને રાજભા ગઢવીએ એક વિડીયો મૂકીને લોકોને ટકોર કરી છે તેમણે જાણાવ્યુ કે જાહેરમાં યુવતિ ની હત્યા થઈ તેમ છતાં આસ પાસના લોકો નમાલાની જેમ હત્યા નો વીડિયો ઉતારતા રહ્યા હતા જો કે તેમણે આવા સમયે યુવતીને બચાવાની કોશિશ કરવી જોઈએ. આ બનાવ ને લઈને રાજભા ગઢવીએ સમાજ ને દોરતા બનાવ ને લાલબત્તી સમાન ગણાવ્યો છે.
આ ઉપરાંત તેમને રાજ્યના યુવાનોની ચિંતા કરતા જણાવ્યું કે ડ્રગ્સના રવાડે ચડેલા ગુજરાતના યુવાધનની મને ચિંતા થાય છે. સાહિત્ય જગતમાં પણ પ્રેમ માટે કોઈએ હત્યા કરી હોય તેવી વાત નથી તો આવું હીન કૃત્ય કેમ થયું ?
આ હત્યા ને લઈને ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને જણાવ્યું કે ગુજરાતમાં જાણે જંગલરાજ હોય તેવા બનાવો બની રહ્યા છે. રાજ્યમાં લવરમૂછિયા યુવાનો છરી સાથે ફરતા જોવા મળે છે. આવા લોકોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવું લાગે છે. ઘટનાની ગંભીર નોંધ લેવા માટે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ પણ કરી કે તેઓ સૂરત હત્યાકાંડ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને અને તે દોષિત ફેનિલ ને પણ ફાંસીની સજા મળે તેવી પણ માંગ કરી.