ખુબ જ સુંદર છે રાજકોટ મા આવેલો આ પેલેસ! અંદર ની તસવીર જોઈ દીલ ખુશ થઇ જશે ! જાણો કયા…
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હ્દય છે. એમા પણ આઝાદી પહેલા સૌરાષ્ટ્રની રાજધાની હતી. ખરેખર આજના સમયમાં પણ એ રાજાશાહીની વિરાસત અંકબંધ રાખી છે.ચાલો અમે આપને રાજકોટમાં આવેક રાજવી વિરાસતની હવેલી વિશે માહિતગાર કરીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા અને તેમના બહેન અંબાલિકા દેવી વચ્ચે મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે 1500 કરોડ રૂપિયાની મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
આ 1500 કરોડની મિલકતમાં 500 કરોડના રણજીત વિલાસ પેલેસ, 52.80 કરોડના જુના દરબાર ગઢ, 49.60 કરોડના રાજશ્રુંગી બિલ્ડીંગ, 200 કરોડના ગુરુવરદ 1, 3.23 કરોડના સરધાર દરબાદ ગઢ અને સુરાપુરા મંદિર, 36.42 કરોડની પીંજરાવાડી, 210 કરોડનું રાંદરડા લેક ફાર્મ,11.98 કરોડની દરડા લેક ફાર્મને લાગુ જમીન, 873 કરોડની માધાપર વાડી, 2.18 કરોડની કુવાડવા રોડ પરની જમીન અને 1.63 કરોડની સરધાર દરબારગઢને લાગુ જમીનનો સમાવેશ થાય છે.
આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે, ધનવાનોને સંતાનો નહીં પણ વારસદાર હોય છે. આ વાત સત્ય પણ છે. આજના સમયમાં એવા ઘણા રાજવી પરિવાર છે જેમનાં વચ્ચેના પોતાની મિલકતોને લઈને વિવાદ ચાલે છે. ત્યારેરાજકોટ રાજા રજવાડા વખતે પણ રાજ્યનો દરજ્જો ધરાવતું હતું. રાજકોટની મૂળ ગાદિ સરધાર હતી. ત્યારબાદ આ ગાદિ રાજકોટમાં સ્થાપવામાં આવી હતી.
રાજકોટના પેલેસ રોડ તરીકે જાનીમાં રસ્તા પર આશાપુરા માતાજીના મંદિરની સામે રણજીત વિલાસનું નિર્માણ કરવામાં આવ્યું. રણજીત વિલાસ ખૂબ જ ભવ્ય છે.રાજવી પરિવાર દ્વારા આ પેલેસમાં વિન્ટેજ કારનો કાફલો પણ રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ ચાંદીની બાગી પણ રાખવામાં આવી છે. રાજકોટનું રણજીત વિલાસ ખૂબ જ મનમોહક છે. તેમાં રાખવામાં આવેલા સોફા અને ખુરશીઓ પણ ખૂબ જ આરામ દાયક છે.