રાજકોટ- સન્ની પાજી દા ઢાબા ના માલિક ની પત્ની એ પતિ પર મારપીટ ના ગુના બદલ કરી ફરિયાદ તલવાર-રિવોલ્વર, જાણો.
આપણા ગુજરાતમાં અનેક લોકો બહારના રાજ્યોમાંથી આવીને વસવાટ કરે છે અને ગુજરાતમાં ધંધો અને બિઝનેસ કરે છે. રાજકોટમાં જાણીતી રેસ્ટોરન્ટ એટલે સન્ની પાજી દા ઢાબા પર થોડા સમય પહેલા રાજકોટની મનપાની ટીમ દ્વારા ધરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફેફસા માટે હાનિકારક સિન્થેટિક ફૂડ કલર મળી આવ્યો હતો. જે બાદ મનપાની ટીમ દ્વારા રૂપિયા 6 લાખનો દંડ સન્ની પાજી દા ઢાબા ના સંચાલકોને ફટકારવામાં આવ્યો હતો.
ફરી એકવાર સન્ની પાજી દા ઢાબા ના માલિકની પત્નીએ તેના પતિ ઉપર અત્યાચારોને કારણે ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું કે અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા રાજેન્દ્રસિંઘ ખેતાન વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાને ફરિયાદ નોંધાવી છે. અમનવીરસિંઘ નશાની હાલતમાં તેની પત્નીને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. સાથોસાથ તેને તલવાર અને રિવોલ્વર વડે મારી નાખવાની ધમકી પણ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતે વાત કરીએ તો વર્ષ 2014માં રાજકોટના ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવા જતી મહિલા ના પ્રેમમાં અમનવીર સિંઘ ઉર્ફે સનીપાજી પ્રેમમાં પડ્યો હતો. ત્યારબાદ બંનેના પરિવારજનોની સહમતિ સાથે તારીખ 22-1-2017 ના રોજ શીખ જ્ઞાતિના રીત રિવાજ મુજબ લગ્ન થયા. લગ્નના બે મહિના પતિ પત્નીનો ઘર સંસાર સુખેથી ચાલતો હતો. પરંતુ બે મહિના બાદ મહિલાને હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
અમનવીર સિંઘ ને હાલમાં બે દીકરાઓ છે. તેમાં મોટો દીકરો રાજવીરસિંઘ જેની ઉંમર ચાર વર્ષ છે અને નાનો દીકરો યુવરાજ કે જેની ઉંમર ત્રણ વર્ષ છે. તેઓ તેની માતાની સાથે રહે છે. માતા અને બંને પુત્ર પરિણીત મહિલા ના માતા-પિતાના ઘરે રહે છે. પરણીત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે લગ્ન બાદ તેના પતિ તેના સસરા અને દાદાજી સસરા દ્વારા ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો.
તેનો પતિ તેની સાથે મારપીટ કરતો ત્યારે તેના સસરા તેના પુત્રનો સપોર્ટ કરતા અને તેના સસરા પણ દારૂ પીને અપશબ્દ બોલતા અને ગેરવર્તન કરતા હતા. મહિલાએ કહ્યું કે તેના બાળકોની ભવિષ્યની ચિંતા ને લઈને તે કશું બોલતી હતી નહીં અને બાળકો મોટા થશે તેમ તેનો અતિ સુધરી જશે તેવી આશા હતી પરંતુ તે સુધર્યો ન હતો. આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ વધુ વિગતે કહ્યું કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ ધરાવે છે અને અન્ય સ્ત્રીઓ સાથે પણ વાતચીત કરે છે. તેના સસરાને આ વાતને ખ્યાલ હોવા છતાં પણ તેના સસરા એ કહ્યું કે આવું બધું સહન કરવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!